Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
(૪) તાત્પર્યાર્થ પદ-પર-સુનં-પોસહને પારવાનું સૂત્ર, તે “પોસહ-પારણ
સુત્ત.'
સારવંતો-સાગરચંદ્ર.
શ્રીકૃષ્ણના ભાઈ બલદેવને નિષધ નામનો પુત્ર હતો. તેનાથી સાગરચંદ્ર નામનો પુત્ર થયો હતો, જે યોગ્ય વયે નભસેનને (વાગ્દાનથી) અપાયેલી કમલામેલા નામની એક સુંદર રાજકન્યાને પરણ્યો હતો. એકદા દ્વારકા નગરીએ શ્રીનેમિનાથ પ્રભુ સમવસર્યા. તેમની દેશના સાંભળીને સાગરચંદ્ર શ્રાવકનાં બાર વ્રત ધારણ કર્યા. પછી એક વાર તે પોષધપ્રતિમાનું વહન કરતા કાયોત્સર્ગ કરીને શ્મશાનમાં ઊભા, ત્યારે નભસેન નામનો તેમનો વૈરી ત્યાંથી પસાર થયો, તેને કુબુદ્ધિ સૂઝી. તેણે શ્મશાનના એક ઘડાનો કાંઠો તેમના માથે મૂકી, તેમાં અંગારા ભર્યા અને તેમનું મસ્તક બાળ્યું. છતાં મન-વચન-કાયાથી જરા પણ ચળ્યા નહિ. આ રીતે તેઓ પોતાના વ્રતમાં અત્યંત દૃઢ રહ્યા અને મરીને દેવ થયા.
પો-કામદેવ શ્રાવક. વિશેષ માટે જુઓ :- આનંદ કામદેવ. વંદહિરો-ચંદ્રાવસ રાજા.
તેમણે એવો અભિગ્રહ લીધો હતો કે જ્યાં સુધી દીવો બળે ત્યાં સુધી કાઉસ્સગ્ન ન પારું. હવે દીવો બળી રહેવા આવ્યો, ત્યારે દાસીએ વિચાર કર્યો કે અંધારું થશે તો રાજા અપ્રસન્ન થશે, તેથી તેણે દીવામાં તેલ પૂર્યું. એ રીતે ફરી પણ જ્યારે દીવામાં તેલ ખૂટવા આવ્યું, ત્યારે દાસીએ ફરીને પૂર્યું. તેથી રાજા આખી રાત્રિ કાઉસ્સગ્ન-ધ્યાને ઊભા રહ્યા અને સવાર થયું ત્યારે કાઉસ્સગ્ગ પાર્યો, પરંતુ તે વખતે તેમના બંને પગો લોહીથી ભરાઈ ગયા હતા, એટલે તે નીચે ઢળી પડ્યા અને મરણ પામ્યા. વ્રતની દઢતાથી મરીને તે દેવ થયા.
કુલો -સુદર્શન શેઠ. વિશેષ માટે જુઓ સૂત્ર ૪૫, ચરિત્ર ૨૧. સુનસા-લસા શ્રાવિકા. રાજગૃહ નગરીના નાગસારથિની પત્ની સુલસા સમ્યક્ત્વમાં અતિ દઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org