Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પોસહ પારવાનું સૂત્ર ૫૫ હતી, એટલે અરિહંત દેવ, નિગ્રંથ ગુર અને જિન-પ્રણીત ધર્મમાં અચલ શ્રદ્ધા ધરાવતી હતી. તેની આ શ્રદ્ધાના કસોટી બે વાર થઈ, જેમાં તે સાંગોપાંગ પાર ઊતરી.
એક વખત કોઈ બે નિગ્રંથ મુનિઓએ આવીને તેને જણાવ્યું કે “અમારા ગચ્છના કેટલાક બીમાર સાધુઓ માટે લક્ષપાક તેલની આવશ્યકતા છે. તેનો યોગ હોય તો અમને વહોરાવો.' આ તેલ ઘણું કીમતી હોય છે અને ઘણા વખતે ઘણા પરિશ્રમે તૈયાર થાય છે; છતાં સુલતાને તો આ માગણીથી આનંદ જ થયો અને તે હર્ષભેર તેલ લેવાને ઘરમાં ગઈ. પરંતુ બન્યું એવું કે તે અતિ કીમતી તેલનો શીશો હાથમાંથી છટકી ગયો અને તેમાંનું બધું તેલ ઢોળાઈ ગયું; છતાં સુલતાને જરાયે ગ્લાનિ ન થઈ. તે બીજો શીશો લઈ આવી, પરંતુ તેની પણ એ જ દુર્દશા થઈ. આમ છતાં સુલસા સ્વસ્થ રહી. તેના ચિત્તે વિષાદનો જરા પણ અનુભવ કર્યો નહિ. તેની પાસે હજી તેલના બે શીશા બાકી રહ્યા હતા અને તેનો આથી વધારે સારો ઉપયોગ થાય તેમ તે માનતી ન હતી, એટલે તેણે ત્રીજો શીશો ઉપાડ્યો, ત્યાં તો એ પણ ફૂટી ગયો. છેવટે એક જ શીશો બાકી રહ્યો. તેમ છતાં સુલતાએ પોતાનો નિશ્ચય ફેરવ્યો નહિ. તે ચોથા શીશાનું દાન કરી દેવા માટે તત્પર બની અને ચોથો શીશો લઈ આવી.
આ જ વખતે પેલા બે નિગ્રંથ મુનિઓનાં રૂપમાં પરિવર્તન થઈ ગયું. તેઓ તેજથી ઝળહળી રહેલા દેવ તરીકે દીપી ઊઠ્યા અને સુલતાની પ્રશંસા કરતાં બોલ્યા કે “તમારા સમ્યકત્વને ધન્ય છે. અને તે દેવોએ તેને પુત્ર થાય તેવી ૩૨ ગુટિકાઓ આપી, જેના પ્રભાવે તેને ૩૨ પુત્રો થયા.
અંબડ નામનો એક પરિવ્રાજક શ્રમણ ભગવાન શ્રી મહાવીરનાં દર્શન કરીને રાજગૃહ તરફ જવાને નીકળ્યો. તે વખતે શ્રમણ ભગવાને કહ્યું કે હે અંબડ ! જો તમે રાજગૃહ નગરીએ જતા હો તો ત્યાં રહેલી સુલસા શ્રાવિકાને મારો ધર્મલાભ પહોંચાડશો.' આ સાંભળીને અંબડને વિચાર આવ્યો કે રાજગૃહ નગરીમાં મહારાજા શ્રેણિક છે, અભયકુમાર છે તથા બીજી અનેક પ્રસિદ્ધ વ્યક્તિઓ છે, તે કોઈને નહિ અને સુલતાને જ ભગવાને ધર્મલાભ કહેવડાવ્યો; તેથી એની શ્રદ્ધા ઘણી જ મજબૂત હોય તેમ જણાય છે. માટે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org