________________
શારદા સરિતા
૪૫
આવે તે પણ તેની તાકાત છે કે એને ચલાયમાન કરી શકે? આ બધું ક્યાં સુધી કહેવું પડે? તત્ત્વ પ્રત્યે યથાર્થ શ્રદ્ધા નથી થઈ ત્યાં સુધી મેક્ષમાં જવાના જ્ઞાનીએ ત્રણ માર્ગ બતાવ્યા છે.
સમ્યગુદર્શન-જ્ઞાન–ચારિત્રાણિ મોક્ષમાર્ગ સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્ર-એ ત્રણ મેક્ષમાં જવાના માર્ગ છે. આ સમ્ય દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યગ ચારિત્ર. આ ત્રણે માનવજન્મમાં મેળવી શકાય છે. એનાથી મોક્ષ મળે છે. આ સૂત્ર તે તમને બધાને હવે કંઠસ્થ થઈ ગયું છે ને બોલે છે તે વિચાર કરે કે એકલું બેલવા માત્રથી મિક્ષ મળશે? જે એ સૂત્ર શીખીને બોલવાથી મોક્ષ મળતું હોય તે ઘેર જઈને બધાને કહું પણ વાણીમાં એક વખત નહિ, અનેકવાર ઉચ્ચાર કર્યા પણ આચારમાં નહિ ઊતરે ત્યાં સુધી કલ્યાણું નહિ થાય. મેક્ષના ઉપાયને જાણું લેવાથી, માની લેવાથી મોક્ષ ન મળે, મેક્ષના ઉપાયને જાણવા જોઈએ, પામવા જોઈએ ને છેલ્લે આચરવા જોઈએ, ડોકટર દઈનું નિદાન કરે, તપાસીને દવા આપે–પણ એ દવા પીધા વિના રેગ મટે? બહેને સ્વાદિષ્ટ રસોઈ બનાવિીને થાળીમાં પીરસે પણ ભાઈઓ મેંમાં કેળિયા મૂકી ચાવીને ઉતારે ત્યારે ભૂખ મને? તે રીતે ભગવતે મોક્ષમાં જવાના ત્રણ માર્ગ બતાવ્યા. એ માર્ગને અપનાવવા તે આપણું હાથની વાત છે.
- હવે બીજી વાત એ છે કે મેક્ષે જવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્ય ગચારિત્ર એ ત્રણ માર્ગ છે. તેમાં એકલા જ્ઞાનથી, એકલા દર્શનથી. કે એકલા ચારિત્રથી મોક્ષ મળે ખરે? “ના” ત્રણેય જોઈએ. જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં સમ્યજ્ઞાન હોય પણ જ્યાં સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન હોય ત્યાં સમ્યગ્રચારિત્ર હોય એ નિયમ નથી. ત્યાં ચારિત્ર હોય અને ન પણ હોય. જ્યાં સમ્યગ્રચારિત્ર હોય ત્યાં સમ્યજ્ઞાન હોય. કારણ કે જે જે આત્માઓ મેક્ષમાં ગયા તેમણે છેલ્લે છેલ્લે ચારિત્ર સ્વીકાર્યું છે. ચારિત્ર સ્વીકાર્યું ન હોય તે ભાવચારિત્ર તે આવે જ. તે વિચાર કરે મોક્ષમાં જવા માટે શું કરવું જોઈએ? (સભામાંથી અવાજ-ચારિત્ર લેવું જોઈએ). ખાલી વાત કરવી છે ને? (હસાહસ).
એક પિપટ પિંજરામાં બેઠો બેઠો હંમેશા બોલ્યા કરતો કે બિલ્લી આવે ઊડી જાઉં, બિલ્લી આવે ઊડી જાઉં. એના માલિકે એવું શીખવાડી રાખેલું એટલે બેલ્યા કરે. માલિક સમજે કે પિપટ જાગતો છે. પણ બિલ્લી રેજ આવે ને સાંભળે કે આ પિપટ રોજ બાલ્યા કરે છે તે લાવ અજમાશ કરી જોઉં. પિંજરું ખૂલ્યું હતું. બિલ્લીએ તરાપ મારી પિપટને પકડે. પોપટ બિલ્લીના મુખમાં ગયે તો ય એનું એ રટણ ચાલુ રહ્યું પણ આચરણ ન થયું. તેમ તમે મેઢેથી વાયડી વાતો કર્યા કરશે તે ચતુર્ગતિના ચક્રમાં