________________
લેe
હે મુનિ! આ સંસારમાં જે જે શારીરિક અને માનસિક દુખ અનંતવાર પ્રાપ્ત થયાં છે તે સર્વ આ શરીરમાં મમતારૂપી દેષથી પ્રાપ્ત થયાં છે.
णत्थिभयं मरणसम, जम्मणसमयं ण विज्जदे दुक्खं । ' जम्मणमरणादं के छिण्णममति सरीरादो ॥१६६९।।
આ સંસારમાં મરણ સમાન કેઈ ભય નથી; જન્મ સમાન કઈ દુખ નથી; માટે જન્મ અને મરણથી વ્યાપ્ત આ શરીરથી મમતા ત્યાગ,
શ્રી પૂજ્યપાદવામી સર્વાર્થસિહિમા કહે છે?
अत्र जीवा-अनादिसंसारेऽनन्तकालं नानायोनिषु दुःख भोग भोगं पर्यटन्ति । न चात्र किंचिनियतमस्ति । जलबुद्बुदोपमं जीवितं, विद्युन्मेघादिविकारचपलाभोगसम्पदइत्येवमादि जगत्स्वभावचिंतनात् संसारात् संवेगो भवति ॥१२-७॥
આ જગતમાં છ અનાદિ કાળથી અનંતકાળ સુધી નાના નિઓમાં દુખ ભોગવતાં ભ્રમણ કર્યા કરે છે. આ જીવન જળના પરપોટા સમાન ક્ષણિક છે. વિજળીના ચમકારા સમાન અને વાદળાના વિખરવા સમાન ભેગ સમ્મદ ચંચળ-અસ્થિર છે. એવા જગતના સ્વભાવના ચિંતવનથી સંસારથી સંગ ઉદાસીનતા આવે છે.
શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છે:मूलं संसारदुःखस्य देह एवात्मघीस्ततः । त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्याहतेंद्रियः ॥१५॥
આ શરીર સંસારના દુખનું મૂળ છે. તેથી આત્મજ્ઞાનીએ તેનું મમત્વ ત્યાગી અને ઇન્દ્રિયોથી વિરક્ત થઈ અંતરમાં પ્રવેશ કરવો જોઈએ. અંતરાત્મામાં સ્થિર થવું જોઈએ.