________________ નિષધપતિ અને મને અને રાજપુરોહિતે નક્કી કરેલા દિવસે ઘણું જ હસવપૂર્વક - દમયંતીનું નિશાળગરણું ઊજવવામાં આવ્યું. નગરીમાં દરેક બાળકોને મીઠાઈ, રમકડાં અને વસ્ત્રો વહેંચવામાં આવ્યાં. રાજભવનનાં સહસ્ત્રાદિક દાસદાસીઓને વસ્ત્રાલંકાર ભેટ આપવામાં આવ્યા. દમયંતીને કંટાળો ન આવે એટલા ખાતર રાજ્ય પરિવારની, અન્ય રાજાઓની અને સુભટોની સમવસ્યક કન્યાઓને પણ રાજભવનમાં જ જ્ઞાનાભ્યાસ થાય એવી યોજના અમલમાં મૂકી. રાજ‘ભવનના પાછળના ભાગમાં આવેલ એક અલગ મહેલ રાજકન્યાના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવ્યો અને પાંચ પંડિતના મસ્તકે સઘળી જવાબદારી મૂકવામાં આવી. દિવસોને બદલે વરસે વિદાય લઈ રહ્યાં. જે દમયંતી નંદનવનની એક કમળ કલિકા જણાતી હતી તે આજ યૌવનના ઉંબરે ઊભી રહી હતી. એનું રૂપ અનેકગણું ખીલી ઊઠયું હતું. રાજ્યના શ્રેષ્ઠ પંડિત અને કલા ગુરુઓએ રાજકુમારી દમયંતીને ચોસઠ કલાઓ વડે સમ્પન્ન બનાવી હતી. વેદ, પુરાણ, આગમ, સંહિતાઓ, સિદ્ધાંત, ન્યાય, તર્ક, વ્યાકરણ, છંદ, અલંકાર આદિ શાસ્ત્રસમૂહને શ્રેષ્ઠ અભ્યાસ કરાવ્યું હતું. સંગીત, નૃત્ય, લેખન, ગણિતશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર, શય્યાજ્ઞાન, ફૂલગૂંથન કરવાની કળા, ચિત્ર, પાકશાસ્ત્ર, શકુન વિદ્યા, ઘુતકીડા, ગંધશાસ્ત્ર, વગેરે જીવનને ઉપયોગી વિદ્યાઓ, કલાઓ આદિનું આવશ્યક જ્ઞાન આપ્યું હતું. રાજકુમારી વિદભી રૂપ, ગુણ અને કલા વડે એટલી સમૃદ્ધ અને શ્રેષ્ઠ બની ગઈ હતી કે તેનું વર્ણન કરવું કોઈ પણ કવિ માટે