________________ 22 નિષધપતિ અને જન્મથી જ સ્ત્રી સમુદાયના ગર્વનું દમન કરતી હોય તેવી રૂપવતી જણાવાથી પરિવારે તે કન્યાનું નામ દમયંતી પાડયું...રાજ પુરોહિતે પણ આ નામ જન્મ, ગ્રહ અને રાશિ સાથે અનુકુળ હેવાથી વધાવી લીધું. પરંતુ જે દિવસે રાજકન્યાને જન્મ થયો હતો તે જ દિવસે દાવાનળમાંથી છટકેલે એક હાથી નગરીમાં આવી ચડયો હતો. એટલે મહારાજા ભીમે પિતાની પુત્રીનું બીજું નામ રાખ્યું દવદતી. આમ નંદનવનના કેઈ અમર કુસુમ સમી દમયંતી અવાજ પરિવારની અનેક સ્ત્રીઓના હાથમાં ઝૂલવા માંડી. મહાદેવીને પ્રસૂત કાળ પૂરો થયે. ચાલીસમા દિવસે સ્નાન શુદ્ધ થઈને માતા, પુત્રી અને પિતા ત્રણેય પરિજન વર્ગ સાથે શ્રી જિનમંદિરમાં દર્શનાર્થે ગયાં; ત્યાર પછી કુળદેવીના મંદિરે ગયાં. ઘણું બાળકે એવાં હોય છે કે હાથમાંથી હેઠાં મુકવા ન ગમે... - રાતદિવસ એ બાળકને નીરખવાનું, રમાડવાનું અને તેના રૂપ વડે . આંખે તૃપ્ત કરવાનું મન થયા જ કરે. અને પિતાના સુંદર બાળકને જ્યારે સહુ વખાણતાં હોય ત્યારે માતાના હૃદયમાં એક ભય જાગે છે... કદાચ મારું બાળક કોઈની ભારે દષ્ટિથી નજરાઈ જશે ! રાણ પ્રિયંગુમંજરી શ્રી જિનેશ્વર કથિત ધર્મમાં અટલ શ્રદ્ધા રાખનારી હતી એટલે આવા વિચારને મનમાં સ્થાન નહોતી આપતી. આમ છતાં પરિવારની સ્ત્રીઓ દમયંતી નજરાઈ ન જાય એટલા માટે વિવિધ સુટકાઓ કર્યા કરતી. મહારાજા ભીમસિંહ રાજકાર્યમાંથી નિવૃત્ત થવા માટે દિવસના ભાગમાં ભાગ્યે જ સમય મેળવી શકતા... પરંતુ રાજકન્યાને રમાડવા ખાતર તેઓ ઘણી વાર પિતાની પ્રિયા સાથે દિવસના ભાગમાં પણ રાજભવનમાં બેસી રહેતા અને દમયંતીને હૈયા સરસી લઈને અપૂર્વ સંતોષ મેળવતા.