________________ 20 નિષધપતિ સાગરના જળ વડે સ્નાન કરવાની ઈચ્છા થયા કરે છે.” પ્રિયે, તારી ઈચ્છા ઘણી જ ઉત્તમ છે..મહામુનિએ કહેલા વચનાનુસાર જે કન્યા પ્રાપ્ત થશે તે ખરેખર ગેલેક્યનંદીની સમાન જ હશે તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું અવશ્ય પ્રયત્ન કરીશ.” મહારાજાએ એ જ દિવસે પ્રિયતમાને થયેલા દેહદની મહામંત્રીને વાત કરી અને મહાત્રીએ બે સુભટોને ક્ષીરસાગરનું જળ લેવા માટે વાયુ વેગી વાહન દ્વારા રવાના કર્યા. ગંગાનું જળ તે સહજ હતું. થોડા જ દિવસમાં બંને જળ મિશ્રિત કરીને મહારાજાએ પ્રિયતમાને સ્નાન માટે આપ્યાં. અનુક્રમે ઉપનિષદો જેમ વિઘાને જન્મ આપે છે તેમ રાણ પ્રિયંગુમંજરીએ રૂપ, ગુણ અને તેજથી સમૃદ્ધ દેખાતી તેમ જ સઘળા લેશોને નષ્ટ કરનારી કન્યાને જન્મ આપે. સમગ્ર નગરીમાં આનંદોત્સવ શરૂ થયું. જનતા શુભકામનાઓ પ્રગટ કરવા માંડી. જે રાજા પ્રત્યે જનતાના હૈયામાં સંતોષ ઉભરાતો હોય છે, તે રાજાના શુભ પ્રસંગને જનતા પિતાને જ શુભ પ્રસંગ માનતી હેય, એટલું નહિ પણ રાજાને પડતી વિપત્તિને પણ પિતાની જ વિપત્તિ માનતી હોય છે. કન્યારૂપી રનની પ્રાપ્તિના ઉ૯લાસ નિમિતે મહારાજાએ દાનને પ્રવાહ વહેતે કર્યો. અને આશ્ચર્ય એ વાતનું હતું કે નવજાત શિશુના પાળ જન્મથી જ એ તિલક હતું.