________________ પ્રકરણ 3 જું : : જ્ઞાનકસોટી ભાગ્યવંત છો જ્યારે પોતાના મહાન પુણ્ય સાથે માનવરૂપે અવતરે છે, ત્યારે માત્ર ભવનમાં નહિ, નગરીમાં અને દેશમાં પણ ઉલ્લાસ અને હર્ષનું વાતાવરણ વ્યાપક બને છે... વિદર્ભપતિને ત્યાં થયેલા કન્યા જન્મના કારણે ધીરે ધીરે સમગ્ર દેશમાં હર્ષ અને આનંદનું મોજું ફરી વળ્યું અને સાથે એક આશ્ચર્યનું પણ મેજું ફરી વળ્યું. કન્યાને ભાલ પ્રદેશમાં ઊગતા સૂર્યના સૌમ્ય તેજ સમું તિલક લાખરૂપે હોવાના સમાચારથી સહુના હૈયામાં આનંદ સાથે આને પણ ઉદય થયો હતો. જન્મ વખતે કોઈને કાયામાં, હાથ, પગે, પીઠે, છાતીએ, મસ્તક, નેણ, ગ્રીવાએ કે એ સ્થળ તલ, મય લાખું હેય એમ સહુ જાણતાં હતાં. પરંતુ ભાલમાં અખંડ, અપરૂપ સપ્રમાણુ અને તેજસ્વી તિલક હોય એવું કદી સંભળાયું નહોતું. આથી ય વિશેષ નવાઈ તે એ વાતની થઈ હતી કે રાજ કન્યાના જન્મ પછી લેકેએ આકાશવાણી સાંભળી હતી : " આ કન્યા પિતાના પતિને ત્રણ ખંડનું સામ્રાજ્ય પ્રાપ્ત કરાવશે.” અને જન્મ પછી સારી નગરીમાં શીતળ અને સુરભિત વાયુ વિહરવા માંડયો. આશ્ચર્યચકિત કરે તેવી પુષ્પવૃષ્ટિ થઈ. ગગનમંડળમાં ઘેરા અને મધુર દુંદુમિ નાદ થવા માંડ્યો...જાણે પૃથ્વી સ્વર્ગને સ્વાંગ ધારણ કરી રહી હોય એમ સહુને જાણવા માંડયું. રાજપુરોહિતે છઠ્ઠા દિવસે શુભ મુહૂર્વે રાજકન્યાના નામકરણને વિધિ દર્શાવ્યો. રાજકન્યા આશ્ચર્યના સમૂહ સહિત જન્મેલી હોવાથી