________________ આરાધનાનું ફળ નિમિત્તે દાન આપવાની આજ્ઞા કરી. મહાપુરુષોનાં વચન કદી નિષ્ફળ જતાં નથી. થોડા દિવસો આનંદ, ઉલ્લાસ અને પ્રસન્નતામાં ચાલ્યા ગયા. ત્યાર પછી જેની દેહવેલડી સ્નિગ્ધ તેમજ તેજમયી, પુષ્ટ અને નિરોગી છે તે ગૌડ દેશની રાજપુત્રી પ્રિયંગુમંજરી સગર્ભા બની. પૂર્ણ ચંદ્રમાંથી નિઝરતા અમૃતનું પાન કર્યાના સ્વપ્નથી પટરાણીને સગર્ભા થયાનું સૂચન મળ્યું. અને આ સ્વનિનું ફળ રાજપુરોહિતે દર્શાવ્યું, “શ્રેષ્ઠ, રૂપવતી અને ત્રિભુવનમાં પ્રકાશ પાથરનારી દિવ્ય કન્યાને જન્મ થશે.” બીજે જ દિવસે મહાદેવીને દિવસો રહ્યાની વાત સમગ્ર રાજભવનમાં પ્રકાશિત થઈ ગઈ. પાંચમે મહિને તે પ્રિયંગુમંજરીના વદનની કાંતિ શતગુણ ખીલી ઊઠી. નારી જ્યારે માતૃત્વની આશા વડે પુલકિત બને છે ત્યારે તેનું રૂપ અનેક ગણું ખીલી ઊઠે છે. અને તેમાંય ઉદરસ્થ જીવ પુણ્યવંત અને સુભાગી હોય છે. ત્યારે નારીના અંતરનું રૂપ પણ ખીલી ઊઠતું હોય છે. ગૌડકુમારીનાં નયને, વદને, અને વચને જાણે અમૃત ઉભરાઈ રહ્યું હતું. તે આમ તે સર્વગુણસંપન હતી છતાં ગર્ભના પ્રભાવે તેનું તેજ દિવ્ય બની ગયું હતું. રાણ દૌહૃદયિની બની ગઈ. એક હૃદય પિતાનું અને બીજું હૃદય ગર્ભસ્થ બાળકનું. આવા સમયે સ્ત્રીને દેહદ થતો હોય છે. અર્થાત ગર્ભસ્થજીવના ભવિષ્ય સૂચક ઈચછાઓ થતી રહે છે. રાણી પ્રિયંગુમંજરીને પણ એક ભવ્ય દોહદ થયો. તેણે પિતાના સ્વામીને કહ્યુંઃ “નાથ, ગંગાના જળથી મિશ્રિત બનેલા ક્ષીર