________________ 8 નિયમ લીધો છે અને અમાસથી ગૃહસ્થના ભવનમાં તે આવી જ ન શકાય. પ્રભુ! " રાજા વધારે કંઈ ન બોલી શક્યો. “ધર્મલાભ !' અને વળતી જ પળે સૂર્યસમા તેજસ્વી મહાત્મા દમનક મુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા. એમને આસન પર મંદાર નામના કલ્પવૃક્ષની એક માંજર પડી હતી. રાજારાણી ભાવભરી નજરે મુનિના ગગન વિહારને જોઈ રહ્યા. મુનિવર દૃષ્ટિ મર્યાદાથી દૂર થયા ત્યારે મહારાણીએ મુનિના આસન પર પડેલી માંજર શ્રદ્ધાપૂર્ણ ભાવ સાથે ઉઠાવી લીધી. રાજા રાણી પ્રસન્ન હૃદયે નીચે આવ્યાં. રાજભવનના મુખ્ય ખંડમાં રાજપુરોહિત, મહામંત્રી, વગેરે કયારના આવ્યા હતા. કારણ કે મહારાજાની સાધના આજ પ્રાત:કાળે જ પૂરી થયાના સમાચાર મહાપ્રતિહારે મોકલી દીધા હતા. રાજારાણી મુખ્ય ખંડમાં ગયાં. રાજપુરેહિતે પ્રસન્ન સ્વરે આશીર્વાદ આપ્યા. મહામંત્રીએ મહારાજાને નમન કરીને કહ્યું, “રાજરાજેશ્વરને જય થાઓ ! કુળદેવીની આરાધના પૂરી થયાના સમાચાર જાણીને અમને ઘણો જ આનંદ થયો.” રાજપુરોહિતે કહ્યું: “રાજન, આપના અને મહાદેવીના વદન પરની પ્રસન્નતા જોઈને કુળદેવીએ કૃપા વરસાવી હોય એમ લાગે છે.” આસન પર બેઠક લઈને મહારાજાએ કુળદેવીએ સ્વનામાં આપેલાં દર્શનની અને કરેલી વાતની તેમ જ ઘેાડી વાર પહેલાં જ પધારેલા મહામુનિએ આપેલા વચનની ટૂંકમાં વાત કહી. આ વાત સાંભળીને મહામંત્રી અને રાજપુરોહિત ખૂબ જ હર્ષિત બન્યા અને મહારાજા ભીમે આજના મંગળ દિવસને વધાવવા