________________ નિષધપતિ થડ જ પળોમાં તેઓએ આશ્ચર્યના સમૂહ સમા, પરિગ્રહ અને કષાયરૂપી ગ્રંથિઓથી મુક્ત બનેલા નિગ્રંથ મુનિપુંગવને આકાશ માર્ગેથી આ તરફ આવતા જોયા. મહારાજા ભીમ અને રાણી પ્રિયંગુમંજરીનાં નયનો તેજસ્વી મુનિને જોઈને શ્રદ્ધાભક્તિ વડે પ્રસન્ન બની ગયાં. બંને બે હાથ જોડી મસ્તક નમાવીને આકાશ સામે જોતાં ઊભાં રહ્યાં. ડી જ પળમાં દિવ્ય લબ્ધિઓના સ્વામી મુનિપુંગવ દમનક મુનિ આવી પહોંચ્યા અને ધર્મલાભ મંગલ ધ્વનિ બંનેના કાન પર અથડા. રાજારાણીએ વિધિવત વંદન કરીને મુનિશ્રીને રત્ન જડિત આસન પર બેસાડયા અને પ્રાર્થનાભર્યા સ્વરે રાજાએ કહ્યું. “ભગવંત, આજ હું ધન્ય બની ગયે. આજ મારા હાથમાં ચિંતામણિ રત્ન આવી ગયું. આજ મારા આંગણે કલ્પવૃક્ષનો ઉદય થયો. કારણ કે આપ પૂજ્યશ્રીનાં દર્શનને મને લાભ મળ્યો.” રાણી પ્રિયંગુમંજરીએ મધુર સ્વરે કહ્યું : “ભગવંત આજ આપના આગમનથી અમારું જીવન ધન્ય બની ગયું....અમારી ભાવના સફળ થઈ...અમારું વ્રત ઉજજવળ બન્યું.' રાજારાણીના ભાવનાભર્યા આ શબ્દો સાંભળીને સમતા રસની જીવંત પ્રતિમા સમા મહામુનિ દમનક પ્રસન્નભાવે બેલ્યા, “રાજન, જે તારા જેવા ભવ્ય જીવો ઉપયોગ કરનારા ન મળે તે અમે તપ દ્વારા પ્રાપ્ત કરેલી લબ્ધિઓ પણ અર્થહીન બની જાય. તમારા બંનેના ભક્તિભાવથી હું ખૂબ જ પ્રભાવિત બન્યો છું. આમ તે સાધુ પુરુષ સંસારીઓથી દૂર જ રહેતા હોય છે...છતાં તીર્થકર ભગવંતના ઉપાસક શ્રાવકેને તે તેઓ બંધુભાવે જ નિહાળે છે. એવા શ્રાવક પર આવી પડતી વિપત્તિઓનું નિવારણ કરીને તેઓની આરાધના અડાલ રાખવા ખાતર અર્થાત્ કષ્ટનું નિવારણ કરવા ખાતર પિતાની