________________ 14. નિષધપતિ સાવ સાદાં વસ્ત્રો ધારણ કરવાનાં હતાં. ત્રિકાળ પૂજન, હમ, વગેરેમાં એકાગ્રભાવ રાખવાનો હતો. સાચા ક્ષત્રિય સુખ, સત્તા અને સુંવાળપના ગુલામ બનતા નથી. ગમે તેવી કઠોર સાધના કરવામાં તેઓ કદી કંટાળતા નથી અને વિપત્તિઓ સામે હસતા હૈયે લડતા હોય છે. મહારાજા ભીમ અને રાણી પ્રિયંગુમંજરી અનંત સુખોપભેગ વચ્ચે વસતાં હોવા છતાં આરાધનાની તપશ્ચર્યાના નિયમો પાળવામાં જરાયે પ્રમાદ સેવતાં નહોતાં... બે દિવસ વીત્યા.. ચાર દિવસ ગયા... રાજકાર્યને સધળો બે મંત્રીઓએ ધારણ કર્યો હતો એટલે એ બાબતની કઈ ફિકર રાજા ભીમને હતી જ નહિ. એક સપ્તાહ પૂરું થયું...! મને બળની કસોટી કરવામાં દેવતાઓ ચકર દષ્ટિ રાખે છે. પરંતુ મહારાજા ભીમ અને મહાદેવી પ્રિયંમંજરીનાં મનમાં એક પળ માટે પણ પ્રમાદ આવતે નહે. તેઓ શ્રદ્ધાપૂર્વક ચધરીની આરાધના કરી રહ્યાં હતાં. એક પછી એક એક દિવસ જવા માંડયા. પંદર દિવસ વીતી ગયા. મનોબળની પરીક્ષા કરનારાં દેવી ચશ્વરીના મનમાં આ બને આરાધકેની ઘણી જ ઉત્તમ છાપ પડી. સોળમી રાત્રિએ પતિ પત્ની તૃણશય્યામાં સૂતાં હતાં. એ વખતે શંખ ચક્ર, ગદા અને ધનુષ ધારણ કરનારાં દેવી ચક્રેશ્વરી ગરુડના વાહન પર બિરાજમાન થઈને બંનેની સ્વપ્નભૂમિ પર આવી પહોંચ્યાં. બંનેએ કુળદેવીનાં દર્શન કરીને કહ્યું: “હે મા ચશ્વરી, અમે આપને ભાવપૂર્ણ હૃદયે નમસ્કાર કરીએ છીએ. સેવકરૂપ બનેલ દેવ,