________________ આરાધનાનું ફળ 12 માતૃત્વ રૂપી અમૃત વગર પૂર્ણ બની શકતી નથી. મહાદેવીએ દશ્ય નહિ પણ સત્ય નિહાળ્યું છે...! એમની ભાવના પૂર્ણ કરવા ખાતર આપ અને મહાદેવી એક આરાધના કરી શકશે ?" અવશ્ય..." આપનાં કુળદેવી શ્રી ચક્રેશ્વરી દેવી મહાન અને સમર્થ છે... કુળની પરંપરાને શોભાવવામાં કુળદેવી સિવાય અન્ય કોઈ સહાયક થતું નથી આ૫ અને મહાદેવી વિધિવત્ દેવી ચક્રેશ્વરીની આરાધના કરશે તે અવશ્ય મનોભાવના સફળ થશે અને અનંત સુખ વચ્ચે જે વેદના પડી છે તે નષ્ટ થશે.” મહાદેવી પ્રિયંગુમંજરીએ મધુર સ્વરે કહ્યું: “ગુરુવર્ય, અમે ગમે તેવી કઠોર સાધના કરતાં જરાયે અચકાશું નહિ..આપ અમને કુળદેવીની આરાધનાનો વિધિ સમજાવવાની કૃપા કરો.” રાજપુરોહિતે બંને સમર્સ દેવી ચક્રેશ્વરીની આરાધનાન વિધિ સમજાવ્યો અને શુભ મુહૂર્ત પણ દર્શાવ્યું. ત્યાર પછી મહારાજા ભીમ અને મહાદેવી પ્રિયંગુમંજરીને આશીર્વાદ આપીને રાજપુરોહિત વિદાય થયા. સંતાનની પ્રાપ્તિ અર્થે આરાધના કરવી એ એક કર્તવ્ય હતું. રાજપુરોહિતે આપેલા મુહૂર્તવાળા દિવસે રાજારાણુઓ રાજભવનના ઉપવનમાં આવેલા કુળદેવીના મણિમય મંદિરમાં આરાધના શરૂ કરી. દેવી ચક્રેશ્વરી પ્રસન્ન ન થાય ત્યાં સુધી મન, વચન અને કાયા વડે બંનેએ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હતું. ઘાસ, તૃણુ અને ખરી ગયેલાં પાંદડાંની શય્યા પર સૂઈ રહેવાનું હતું. હંમેશ કેવળ એક જ વખત ફળ આહાર લેવાનો હતો, દેવી ચક્રેશ્વરી સમક્ષ બેસીને આરાધનાના મંત્રનો જાપ કરવાનો હતો. રાજકાર્ય, સંસારના અન્ય કોઈ કાર્યમાં રસ લેવાને નહે. ઉત્તમ વસ્ત્રાલંકારે દૂર કરી