________________ નારીની વ્યથા ! તેં ઉત્તમ વાત કરી... આપણે કુડિનપુર જઈને સઘફળ આપનારાં શાસનદેવી શ્રી. ચક્રેશ્વરી દેવીની આરાધના કરીએ.....” તો આપણે આજે જ જઈએ. આપ પુરુષ છે, વિદર્ભના સ્વામી છે, અનેક પ્રશ્ન આવી પડે અને આ મહત્ત્વની વાત વિસરાઈ જાય..” ભલે આપણે આજે જ વિદાય થઈએ.” કહી રાજાએ પિતાની હૃદયેધરી સામે પ્રેમાળ નજરે જોયું. ત્યાર પછી તેમણે પોતાના અંગત સેવક તરફ ઈશારો કર્યો. દૂર ઊભેલે સેવક તરત સામે આવીને ઊભો રહ્યો. મહારાજાએ કહ્યું : “આજ મધ્યાહ્ન પછી અમારે પ્રસ્થાન કરવું છે.” જી...” કહીને સેવક ચાલતો થયો. પ્રકરણ : 2 જુ : 4 આરાધનાનું ફળ હારાજા ભીમ અને મહારાણી પ્રિયંગુ મંજરી રાજધાનીમાં આવી ગયાં. મહારાજના આગમનના સમાચારથી મંત્રીઓ, સુભટ, વગેરે કુશળ પૂછવા આવ્યા. મહારાજાએ મળવા આવનારાઓને ભાવભર્યો સત્કાર કર્યો અને પોતે તથા મહારાણું પુણ્યગે સકુશળ છે તે જણાવ્યું. બીજે દિવસે સવારે મહારાજા સયામાંથી ઊઠયા એટલે પ્રિયંગુમંજરી નિત્ય નિયમ મુજબ સ્વામીને નમન કર્યા અને કહ્યું : “મહારાજ, રાજકાય એવું જટિલ હોય છે કે પોતાના જીવનની વાત ભુલાઈ જતી હોય છે.'