________________ નારીની વ્યથા! ત્યાં એક ગાલીચે પાથર્યો. બંને તે પર બેસી ગયાં. દાસદાસીઓ જરા દૂર ઊભાં રહી ગયાં. ઉપવન ઘણું સુંદર હતું. વિવિધ પશુપક્ષીઓ મુક્ત મને નિર્ભય બનીને જીવનની વસંતનો લહાવ લઈ રહ્યાં હતાં. વિવિધ રંગી પુગેની બહાર નંદનવન સમી જણાતી હતી. એક તરફ એક હરિણી પિતાના બાળકને વાત્સલ્ય ભાવ વડે ચાટતી ઊભી હતી. આ દશ્ય ઘણું જ મનહર હતું. રાણીના મનમાં આ દૃશ્ય જોઈને થયું? શું પશુ, શું પંખી, શું માનવી...માતૃહૃદય તે સહુને સમાન જ હોય છે...હરિનું પોતાના શિશુને કેટલા વહાલથી જીભ વડે પંપાળી રહી છે... અને હરિણબાળ કેવી શ્રદ્ધા સાથે વારંવાર માતાના અંગ સાથે લપાઈ જતું હોય છે ! ધન્ય નારી...ધન્ય માતૃત્વ... પણ વળતી જ પળે આ દૃશ્ય વિંખાઈ ગયું ગમે તે કારણે ચમકીને હરિણી ચાલતી થઈ...તેનું બાળક પણ ચારે તરફ જતું પાછળ દેડયું. પ્રિયંગુમંજરીથી એક નિશ્વાસ નખાઈ ગયો. મહારાજ ભીમ તે સાંભળી ગયા અને બોલ્યા : “કેમ પ્રિયે, શું થયું?” “કઈ નહિ... કારણ વગર હરિણી કેમ ચાલી ગઈ ?" “કઈ હરિણી?” સામેના વૃક્ષ પાસે ઊભી હતી ને...” “ઓહ, મારું ધ્યાન તે આ તરફના વૃક્ષ પર મસ્તી કરી રહેલા વાનર યુથ પ્રત્યે સ્થિર થયું હતું.' પ્રિયંગુમંજરીએ જે વૃક્ષ પર વાનરેનું ટેળું હતું તે તરફ નજર કરી. ત્યાં પણ એવું જ ગૌરવભર્યું એક દશ્ય તેની નજરે ચડવું. એક વાનરી પિતાને ધાવણું બાળકને શાંતિથી પયપાન કરાવી રહી