________________ નિષધપતિ મહારાજાનું આગમન થતાં જ બધી પરિચારિકાઓ ઊભી થઈ ગઈ. પ્રિયંગુમંજરીએ પ્રસન્ન નજરે સ્વામી સામે જોયું. મહારાજાએ કહ્યું : “કેમ પ્રિયે, પ્રવાસનો શ્રમ તે નથી પડેને?” ના, સ્વામી.! ઘણે જ આનંદ મળે છે.” “અહીંનું વાતાવરણ મને ખૂબ જ ગમી ગયું છે, તને હરકત ન હોય તે આપણે ત્રણના બદલે સાત દિવસ રોકાઈએ.” જેવી આપની ઈચ્છા.” તે ચાલ...ભોજનગૃહમાં સહુ આપણી રાહ જોતાં હશે.” પ્રિયંગુમંજરી તરત ઊભી થઈ. માધવી અને વિનોદા પણ તૈયાર થઈ ગઈ. જ્યારે બંને ભોજનગૃહવાળા તંબુમાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલાએએ મહારાજ અને મહાદેવીને નમન કર્યા. સહુએ મહાદેવીના કુશળ પૂછ્યા. મહાદેવીએ સહુને પ્રસન્નભાવે ઉત્તર આપ્યો. ભજનની વિવિધ સામગ્રીઓ પિરસાવી શરૂ થઈ. બધા માટે સુવર્ણનાં પાત્ર આવવા માંડ્યાં. ભેજનકાર્ય બે ઘટિકા પર્યત ચાલ્યું. ભોજન સમાપ્ત કરીને મહારાજા અને મહાદેવી આરામ માટે પિતાના તંબુમાં ગયાં. મધ્યાહ્ન ૫છી મહારાજા અને મહાદેવી ધનુર્વિદ્યાના પ્રયોગ જોવા ગયાં. બે દિવસ ખૂબ જ આનંદમાં વ્યતીત થયા. ત્રીજે દિવસે સવારે સ્નાનાદિ કા પતાવીને અને મહારાજા પ્રિયંગુમંજરી ઉપવનની શોભા નિહાળવા ચાલીને ગયાં બે સેવકો અને બે પરિચારિકા તેમની પાછળ ચાલવા માંડયાં. સરોવર કિનારાના એ ઉપવનમાં મહારાજા ભીમ અને પ્રિયંગુમંજરી એક વૃક્ષ નીચે ઊભાં રહ્યાં. એક સેવકે આવીને