________________ 10 નિષધપતિ હતી અને એક હાથ વડે બાળકને પંપાળી રહી હતી. કેટલી તન્મયતા છે ! બીજાં વાનરે નાચે છે, કૂદે છે ને મસ્તી કરે છે. પણ આ વાનરી પ્રશાંત ભાવે પોતાના શિશુને જ નિહાળી રહી છે. જાણે સંસારમાં માતાની નજરે સંતાન સિવાય કોઈ આકર્ષક દશ્ય છે જ નહિ. આ મધુર અને માતૃત્વના મંગળ ભાવવાળું દશ્ય જોઈને રાણીથી બેલાઈ ગયું, “સ્વામી, બાળક વગરનું સ્વર્ગ પણ સાવ નિષ્ફળ હોય છે.” કેમ?” “માતૃત્વ એ જ નારીના જીવનનું સાર્થકય છે. સામેના વૃક્ષની ડાળ પર જુઓ એક માતા પિતાના બાળકને કેટલા વાત્સલ્ય ભાવ વડે ભીંજવી રહી છે !' “ઓહમારું ધ્યાન તે આ તરફની ડાળી પર રમત કરી રહેલા વાનર પર હતી.' પુરુષો બેખબર હોય છે.” હું સમજ્યો નહિ, પ્રિયે...” મહારાજ, આપણું રાજ્ય વિશાળ છે, આપનો પ્રતાપ દેવલેક સુધી પહોંચે છે, આપણું વિરાટ રાજભવન સંપત્તિથી ઉભરાઈ રહ્યું છે. પરંતુ ફળ ન આપી શકે એવા સુંદર વૃક્ષ સમી સમૃધ્ધિથી શું ?" રાણીએ લાગણીભર્યા છતાં કઈક વ્યથિત સ્વરે કહ્યું. પ્રિયે, તારી વ્યથા હું સમજું છું. હું પણ તારા જેટલું જ દુખી છું...પરંતુ જે વાત કર્મની છે તેમાં આપણે શું કરીએ ? " સ્વામી, ક્ષમા કરો તો એક વાત કહું ?" “કહે.” “લેકે સત્તા માટે, લક્ષ્મી માટે, સુખ માટે ને સિદ્ધિ માટે આરાધના કરે છે, આપણે સંતાન માટે કદી આરાધના નથી કરી... આરાધનાથી ગ્રહદોષ માટે છે ને કર્મોષ પણ હળ બને છે.”