________________ સાન સોટી 23 શાળની ગતિ સમાન હોવા છતાં હાસ્ય, અાનંદ અને ઉલ્લાસ વચ્ચે સમય કેવી રીતે ચાલ્યો જતો હોય છે, તેની કલ્પના માનવી, ભાગ્યે જ કરે છે. દિવસની ગણતરી કરતાં કરતાં મહિનાની ગણતરી પણ પૂરી. થઈ અને વર્ષની ગણતરી સામે આવીને ઊભી રહી. ગુલાબનાં ફૂલ જેવી, શશાંકના સર્વ વડે ઘડાયેલી અને કાલી અકાલી મંજુલ વાણીથી સર્વનાં મન હરનારી દમયંતી ચાર વર્ષ પૂરાં કરીને પાંચમાં વર્ષના પ્રાંગણમાં પ્રવેશી. રાજ પુરોહિત મહારાજાને કહ્યું, “રાજન, રાજકન્યાને પાંચમો. મહેસવ ઘણું જ ઉલ્લાસપૂર્વક ઉજવાઈ ગયો. હવે રાજકન્યાને જ્ઞાનસંસ્કાર આપવાનો પ્રારંભ કરવો જોઈએ.” મહારાજા ભીમને આ વખતે જ ખ્યાલ આવ્યો કે દમયંતીને પાંચમું વર્ષ બેસી ગયું છે...સંતાન પ્રત્યે પ્રેમ એક પ્રકારનો મોહ, જ છે... અને માનવીને મેહના કારણે અન્ય કશું સૂઝતું નથી. મહારાજાએ રાજપુરોહિતને કહ્યું, “આ૫ કઈ ઉત્તમ દિવસ શોધી રાખજે. પરંતુ મને લાગે છે કે મહાદેવી કદાચ એકાદ વર્ષ પછી કન્યાને જ્ઞાન સંસ્કાર આપવાનું કહેશે.” બાળક પ્રત્યેની માતાને પ્રેમ અપૂવ હોય છે. એથી માતા, પિતાના સંતાનને અલગ પાડવા ન ઈ છે. પરંતુ મેં એવો વિચાર કર્યો છે કે રાજકન્યાને રાજભવનમાં જ જ્ઞાન સંસ્કાર આપવા...એ માટે આપણે ઉત્તમ પંડિતેની વ્યવસ્થા કરીશું.' આ સાંભળીને રાજાનાં નયને પ્રસન્ન બની ગયાં. તેમણે પ્રસન્ન સ્વરે કહ્યું, “ગુરુદેવ, આમ થશે તે મહાદેવી અવશ્ય સંમત થશે.” એમ જ થયું. મહારાણી પ્રિયંગુમંજરી સંમત થઈ..તે પેતાની દેવરૂપ કન્યાને કઈ પણ કન્યા આશ્રમમાં મેકલવા ઈચ્છતી જ નહતી.