________________ આરાધનાનું ફળ દાનવ અને માનવ વડે આપ સદાય પૂજાતાં રહે છે. આપના નામ માત્રથી શત્રની સેના ભયભીત બની જતી હોય છે. ત્રણે ભુવનને પલ્લવિત કરવામાં મેઘમાળા સમાન હે મા ચક્રેશ્વરી ! આપનાં ચરણ કમળમાં અમારાં નમન હો ! હે દિવ્ય સૌન્દર્યમયી ! હે સિદ્ધિદાયક હસ્તવાળી! હે મહાકાલી ! આપને પ્રણામ હો. સમગ્ર પાપના નાશ માટે, દુર્જનોના વિનાશ માટે અને દારિદ્રનો પાર પામવા માટે હે નારાયણી ! તમને અમારાં કોટિ કોટિ વંદન હૈ !" આ રીતે બંનેએ ભાવભરી વંદના કરી અને જંગમકલ્પ વેલડી રૂ૫ વિશ્વમાતા દેવી ચશ્વરીએ અતિ પ્રસન્ન હદયે અને મધુર સ્વરે કહ્યું, “મારાં પ્રિય બાળકો, તમારી નિષ્ઠાપૂર્ણ સાધના જોઈને હું પ્રસન્ન થઈ છું...તમારું વ્રત પૂર્ણ થયું છે...પ્રાત:કાળે સમતા રસના સાગર સમા દમનક નામના ચારણ શ્રમણ અત્રે આવશે અને પિતાની મહાન લબ્ધિ દ્વારા તમારી બંનેની ઈચ્છા પરિપૂર્ણ કરશે...” જેના સૌમ્ય સ્વરૂપની કલ્પના પણ શક્ય નથી એવા મહા પ્રભાવશાળી દેવી ચક્રેશ્વરી આ પ્રમાણે કહીને અદશ્ય થઈ ગયાં. સ્વપ્ન પૂરું થતાં જ બંને જાગૃત થઈ ગયાં... કઈ પણ પ્રકારનું શુભ સ્વપ્ન આવ્યા પછી જાગીને ધર્મકાર્ય કરવું એ શાસ્ત્ર નિયમ બંને જાણતાં હતાં એટલે તેઓ ત્યાં જ બેસીને મહામંગલમય નવકાર મંત્રનું સ્મરણ કરવા માંડ્યાં. પ્રત સમય થતાં જ રાજા રાણી રાજભવનમાં આવી પહોંચ્યાં. ભાનાં દાસ દાસીઓ જાગૃત થઈ ગયાં હતાં. સહુએ મહારાજા અને મહાદેવની પ્રસન્ન મુખમુદ્રા જોઈને હર્ષ વ્યક્ત કર્યો. શૌચ, સ્નાન, દેવપૂજન,વગેરે પ્રાતઃ કાયથી નિવૃત્ત થઈને મહારાજા ભીમે સ્વન પર શ્રદ્ધા રાખીને સેવકે દ્વારા એક રત્નજડિત આસન ભવનની અગાસી પર મુકાવ્યું અને રાજા રાણુ બંને અગાસી પર ગયાં. છે.