________________ આરાધનાનું ફળ 17 તપલબ્ધિનો ઉપયોગ કરતા રહે છે. જેમ સાગરમાં વારંવાર ઉત્પન્ન. થતાં મોજાઓ પૂનઃ તેમાં જ સમાઈ જતાં હોય છે. તે રીતે જે અગાધ જ્ઞાન સમુદ્રમાં હરિ. હર અને બ્રહ્મા પણ લયલીન બનેલા છે તે શાશ્વત, અનુપમ અને અગમ્ય જ્ઞાન તારાં સુખેને વિસ્તારો.. તારા. જીવનનું મંગલ કરો.” મહામુનિનો ભાવગર્ભિત આશીર્વાદ સાંભળીને મહારાજા ભીમ અને મહાદેવીએ પિતાનાં મસ્તકે ભાવપૂર્વક નમાવ્યાં. મહાત્મા દમનક મુનિએ રાજાને ઉદ્દેશીને કહ્યું, “રાજન , સંસાર જીવનમાં પત્ની પિતાના પતિના સુખદુઃખની ભાગીદાર ગણાય છે...એટલું જ નહિ પણ, આર્ય નારી પોતાના પતિની પ્રેરણા અને કર્તવ્યમાગની રક્ષિકા પણ હોય છે. તારી પટરાણી એક આર્ય નારી છે.” આટલું કહીને મહામુનિએ પટરાણી સામે જોઈને કહ્યું " ભ, તારા મસ્તક પર મંદાર નામના ક૯પવૃક્ષની આ મંજરી ધારણ કરજે. તેથી તારી કુખે ત્રણ ભુવનમાં પ્રતિષ્ઠા પામે એવી પુત્રી જન્મશે. એ કન્યા ત્રણે જગતમાં કાતિ અને પવિત્રતા ફેલાવશે. એ સિવાય ત્રણ ગુણવાન પુત્રરત્ન પણ પ્રાપ્ત થશે.” મુનિનાં આ વચને સાંભળીને રાજારાણીએ પુનઃ બે હાથ. મસ્તક નમાવીને કહ્યું, “ભગવંત, આપે અમારા પર મહાન કૃપા કરી.” મુનિશ્રીએ હસતાં હસતાં કહ્યું, “રાજન, તમે બંનેએ ચ... શ્વરીની કરેલી આરાધના નિષ્ફળ કેવી રીતે જાય? દેવી ચક્રેશ્વરીની પ્રેરણું જ મને આ તરફ લઈ આવી છે. આટલું કહીને મુનિશ્રી આસન પરથી ઊભા થયા. પ્રિયંગુમંજરી તરત બોલી ઊઠી, “કૃપાનાથ, ગૌચરી નિમિત્તે આપ ભવનમાં પધારો...” ભદ્દે આજ સિત્તેરમો ઉપવાસ છે.નવ્વાણું ઉપવાસ કરવાનેદ,