________________ નારીની વ્યથા ! ધારણ કર્યા. કેશગુંફન તે પ્રાત:કાળે જ કરેલું હતું.....છતાં તેને વ્યવસ્થિત કર્યું. નેત્રાજન કર્યું...લાલ રંગનું તિલક કર્યું... અલંકારો ધારણ કર્યા અને પુનઃ દર્પણમાં નખશિખ નિરીક્ષણ કિરીને પ્રિયંગુમંજરી સ્નાન ગૃહમાંથી પે તાના ખંડમાં આવી. મહારાજા ભીમ સ્નાનાદિ પતાવીને બેઠક ખંડમાં આવી ગયા હતા અને બે મંત્રીઓ, રુદ્રપ્રતાપ, અન્ય સેનાપતિઓ મડાપ્રતિહાર સુદર્શન અને અન્ય કર્મચારીઓ વચ્ચે આજ મધ્યાહ્ન પછી થનારા ધનુવિદ્યાના પ્રયોગ અંગે ચર્ચા કરી રહ્યા હતા. આ ચ્ચ દરખાન એક સેવકે બેઠક ખંડમાં આવી નમન કર્યા અને વિયાવનત ભાવે કહ્યું, “કૃપાનાથને ય થાઓ !" મહારાજાએ પિતાના અંગત સેવક સામે પ્રશ્નભરી નજરે જોયું. સેવકે કહ્યું, “ભેજન તૈયાર છે.” “સારુ” મહાદેવી શું કરે છે ?" તેઓ હમણું જ સ્નાનાદિથી નિવૃત થઈને પધાર્યા. " “તું તૈયારી કરાવ.... અમે હમણું જ આવીએ છીએ.” સેવક નમન કરીને ચાલ્યા ગયે. થોડી વાર પછી ચર્ચા પૂરી થઈ. બધા ઊભા થયા એટલે મહારાજાએ સુદર્શન સામે જોઈને કહ્યું: “સુદર્શન, તું સહુને લઈને ભજનગૃહમાં જા. હું ને મહાદેવી આવીએ છીએ.” એમ જ થયું. * મહાપ્રતિહાર સુદર્શન મંત્રીઓ અને સેનાપતિઓને લઈને બાજુના એક તંબુમાં ગયો. ત્યાં પચાસ માણસો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. એક તરફ મહાદેવી અને મહારાજાનાં બે આસનો ગોઠવ્યાં હતાં અને બંને બાજુ બીજાઓ માટે આસનો ગોઠવ્યાં હતાં. મહારાજા જ્યાં મહાદેવી બેઠાં હતાં તે ખંડમાં ગયા. પ્રિયંગુમંજરી પણ ચાર પાંચ પરિચારિકાઓ વચ્ચે વિનોદ કરતી બેઠી હતી.