________________ નારીની વ્યથા ! ખંડમાં લઈ ગઈ આ ખંડ બેઠકરૂપે શણગાર્યો હતો. મૂલ્યવાન ઝરીના પડદાઓ દીવાલરૂપે લટકાવવામાં આવ્યા હતા અને એક દિશાએ શ્રી. ધર્મનાથ ભગવંતનું ચિત્ર ટીંગાડયું હતું. શ્રી. ધર્મનાથ ભગવંત કાઉસગ ધ્યાનમાં ઊભા હતા. શાંત, સૌમ્ય, સુંદર અને ભવ્ય...! રાજારાણીએ શ્રી. ધર્મનાથ ભગવંતનાં ચિત્ર સામે મસ્તક નમાવીને નમન કર્યો. ત્યાર પછી પ્રિયંગુમંજરી પિતાની ખાસ પરિચારિકા સાથે અન્ય ખંડમાં ચાલી ગઈ. આમ તે બંને સ્નાનાદિથી નિવૃત્ત થઈને જ નીકળ્યાં હતાં... પરંતુ પ્રવાસના અંગે ફરી વાર સ્નાન કરવું જરૂરી હતું. પ્રિયંગુમંજરી પિતા માટેના ખંડમાં એક ગાદી પર બેઠી... અને એક પરિચારિકાએ આવી મસ્તક નમાવીને કહ્યું: “મહાદેવને જ્ય થાઓ ! સ્નાન જળ તૈયાર છે...” થોડી વાર વિશ્રામ લઈ લઉં.. માધવી શું કરે છે ?" આપનાં વસ્ત્રોની વ્યવસ્થા કરે છે. દાસીએ કહ્યું. એ જ સમયે બીજી એક દાસી જળ ભરેલું સુવર્ણ પાત્ર લઈને આવી. મહારાણુએ જળપાન કર્યું. થોડી વાર વિશ્રામ લીધા પછી તે બે પરિચારિકાઓ સાથે સ્નાનગૃહ નિમિત્તે ગે ઠવવામાં આવેલા એક તંબુમાં દાખલ થઈ. આ અસ્થાયી સ્નાનગૃહમાં સુવર્ણનો એક બાજઠ મૂકે હતા.. પગ રાખવા માટે સેનાની બે પાટલીઓ પડી હતી. એક તરફ મોટું દર્પણ રાખવામાં આવ્યું હતું...સમશીતોષ્ણ જળના સેનાના ત્રણ હાંડાઓ તૈયાર હતા. તૈલમન, ઉબટન, સ્નાનારજ, વગેરે દ્રવ્યો પણ વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યાં હતાં. પ્રિયંગુમંજરીએ ચારે તરફ નજર કરી...પિતાની બે પ્રિય દાસીઓ સિવાય કંઈ નહતું. તેણે કહ્યું: “તૈલમર્દનની જરૂર નથી.”