________________ નિષધપતિ એક તે મહારાજ ભીમનું ભુજબળ અજોડ હતું. અને એમની સૈન્યશક્તિ વિરાટ હતી.. મહાબલાધિકૃત રુદ્રપ્રતાપના હાથ નીચે સિત્તેર મહાસેનાપતિઓ હતા. સાતસો સેનાપતિઓ હતા અને સાત હજાર સેનાનાયકે હતા. એ સિવાય અતિ વિરાટ ચતુરંગિણી સેના તેજસ્વી અને તાલીમબદ્ધ હતી. સમગ્ર વિદર્ભમાં સિત્તેર સૈન્ય વિભાગો પથરાયેલા પડ્યા હતા. મહારાજા ભીમ આ વિરાટ સેનાને સ્વામી હતા અને એકેએક સૈનિક પિતાના રાજા ખાતર હસતાં હસતાં પ્રાણ ન્યોછાવર કરવામાં ગૌરવ અનુભવતે હતે. આવા એક વિભાગની તાલીમ માટે આ વન પ્રદેશમાં સૈનિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રથ શિબિરમાં પહોંચી ગયે. મહાબલાધિકૃત રુદ્રપ્રતાપ અને અન્ય સેનાનીઓએ મહારાજા અને મહારાણીને જયનાદ પોકાર્યો... સૈન્ય સમુદાયે હર્ષભર્યા હદયે પિતાના રાજરાજેશ્વરનું સ્વાગત કર્યું. દૂર દેખાતા શંખહંદ સરોવર પાસેના એક ઉપવનમાં મહારાજ અને મહાદેવી માટે ઉતારાની વ્યવસ્થા કરી હતી. મહારાજા અને મહારાણી સહુનાં નમન ઝીલતાં ઝીલતાં ઉતારે પહોંચ્યાં. દાસદાસીઓ આવી ગયાં હતાં. શિબિરમાં દરેક પ્રકારની સગવડ કરવામાં આવી હતી. મહારાજા ભીમને મહાપ્રતિહાર પણ સૂર્યોદય પહેલાં જ આવી ગયો હતો. મહારાજા ભીમ પિતાની પ્રિયા સાથે વિશાળ તંબુમાં દાખલ થયા. તંબુમાં સાત ખંડેર હતા.એક પરિચારિકા બંનેને મધ્ય