________________
. જન્મ આપે, માતાએ દવ મસ્ત હાથીને સ્વપ્નમાં જોયેલે હેવાથી પુત્રીનું નામ “દવદની” રાખ્યું. ધાવમાતાએથી લાલન પાલન કરાતી અને અન્તઃપુરની સ્ત્રીઓથી આલિંગન કરાતી દવદની મેટી થવા લાગી, સાક્ષાત્ લક્ષમી જેમજ ગૃહાંગણમાં કીડા કરતી દવદન્તીના પુણ્ય બળથી નવનિધિ રાજાની સેવક બનીને રહી હતી, અનુક્રમે કલાચાર્યની પાસે દવદન્તીને મૂકવામાં આવી.
થોડા જ વખતમાં તે અઢાર લીપીઓ તથા ચૌદ વિદ્યાઓ અને ચેસઠ કલાઓમાં નિષ્ણાત બની. સ્યાદ્વાદ દશને તેને કંઠમાં નિવાસ કર્યો, નવતત્વે તેની જીભ ઉપર પોતાનું આસન જમાવ્યું. અનુક્રમે કામરાજાના નિવાસને મ ટે નગર રૂ૫ લાવશ્યલક્ષમીની અધિષ્ઠાત્રી દેવીથી અધિક યૌવનને પ્રાપ્ત કર્યું.
તેના મૂખાવિંદનું લાવણ્ય કમલથી અધિક હતું, બ્રહ્મા તથા શંકરને છોડી દેવદતી પાસે પે તાના રંગના અભિમાનથી આવેલું કમલ પણ લજિજત બની કાદવમાં ચાલી ગયું. કારણકે શાસ્ત્રોમાં તપનું મહત્વ અદ્વિતીય બતાવેલું છે, દવદંતિનું સૌંદર્ય એટલું બધું અદ્ભુત હતું કે જેના ગાન ગાવા માટે કવિઓ પાસે કલ્પનાની કડીઓ નહોતી, માતાપિતા તેની લગ્નચિત અવસ્થા જોઈને તેના માટે યોગ્ય વરની તપાસ કરવા લાગ્યા, પરંતુ એગ્ય વર નહિ મલવાથી મંત્રીની સાથે વિચારણા કરી રાજાએ સ્વયંવરને વિચાર કર્યો.