________________
* ૨૧૩ ચુદ્ધને આરંભ કર્યો, વિજળીની જેમ પ્રલયકાળના દૂત સમાન તે તલવાર વડે શ્રી કૃષ્ણની સામે યુદધે ચડ્યો, શ્રી કૃષ્ણ પણે શિશુપાલને તલવારને બદલો તલવારથી આપવાને. વિચાર કરી, તેના મુકુટને કાપી શિશુપાલનો વધ કર્યો, શિશુપાલના વધથી ક્રોધાતુર બનેલ જરાસંઘ પિતાના સામંતે તથા પુત્રે સહિત કૃષ્ણની સાથે યુદ્ધ કરવા માટે દેડ્યો.
જરાસંઘે યાદના નાયકને કહ્યું કે વ્યર્થ શા માટે મરે છે? આજે પણ તે ગોવાળ અમને સેંપી સુખપૂર્વક રાજ્યલક્ષ્મી શા માટે ભેગવવા તૈયાર થતા નથી ? ભયંકર ક્રોધિત જરાસંઘની વીરતા સામે યદુસેના ભાગવા લાગી, જરાસંઘના અઠ્ઠાવીસ પુત્રે એક સાથે બલરામને મારવા માટે દોડયા. અગણસિત્તેર પુત્રે શ્રી કૃષ્ણની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
બલરામે હલ અને મુશલ વડે જરાસંઘના પુત્રને અનાજના દાણાની જેમ પીસી નાખ્યા, જરાસંઘે અત્યંત ક્રોધમાં આવી, બલરામની ઉપર ગદા પ્રહાર કર્યો, જે પ્રહારથી બલરામ લેહીનું વમન કરતાં ધરણી ઉપર ઢળી પડયા, આવી વિષમ પરિસ્થિતિને જોઈ યાદમાં હાહાકાર મચી ગયે, ભાઈને દુઃખી જોઈ શ્રી કૃષ્ણ કોધાવેશમાં જરાસન્ધના અગણોસિત્તેર પુત્રને મારી નાખ્યા.
બલરામને મરેલા જાણી અને અર્જુનની ઉપેક્ષા કરતે જરાસન્ધ, જેમ કઈ વાંદરે સિંહની સામે દેડે તેમ શ્રી