________________
૨૬૯
જાતને ઓળખતે નથી? સાંભળી વીરકે તેને ખુબ જ મારી, ત્યાંથી રડતી કૃષ્ણના ઘેર આવીને બનેલી હકીકત કહી, તે વારે શ્રી કૃષ્ણ કહ્યું કે તે રાણી ન બનતાં દાસી બનવાનું કેમ સ્વીકાર્યું ? તેણીએ કહ્યું કે હે તાત! હમણાં પણ કૃપા કરીને મને રાણી બને. શ્રી કૃષ્ણે કહ્યું કે હવે હું શું કરું ! તું તે વીરકને આધીન છે. જ્યારે કનકમંજરીએ ખુબ જ આગ્રહ કર્યો ત્યારે શ્રી કૃષ્ણ વિરક પાસેથી છોડાવી શ્રી નેમિનાથ પ્રભુની પાસે દીક્ષા અપાવી.
એક દિવસ શ્રી નેમિનાથની પાસે શ્રી કૃષ્ણ બધા, સાધુઓને વંદના કરી, કૃષ્ણના કહેવાથી વીરકે પણ બધાને વન્દન કર્યું. હે પ્રભુ મેં ત્રણસને સાઠ યુદ્ધ કર્યા છે. ખુબ જ ફલાન્ત થયે છું. માટે હું મુનિઓની વંદના કરીને શ્રાન્ત થયો છું. ત્યારે પ્રભુએ કહ્યું કે તમે એ સાધુ વંદન કરીને સાતમી નારકથી ઉદ્ભૂત બની ક્ષાયિક સમ્યકત્વ, તીર્થકર નામ કર્મને પ્રાપ્ત કર્યું છે. કૃષ્ણ કહ્યું કે હે નાથ! તે હું ફરીથી મુનિ વંદન કરીને વાલુકાયુ નષ્ટ કરૂં. પ્રભુએ કહ્યું કે દ્રવ્ય વન્દન વાલુકાયુ નષ્ટ કરવામાં સમર્થ બની શકતું નથી. ભાવવંદનથી જ કાર્ય થઈ શકે છે, ફરીથી શ્રી કૃષ્ણ વીરકની બાબતમાં પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે તમારા કહેવાથી કરેલું વંદન કાયકલેશને માટે જ થાય છે. અને તેને પણ કાયકલેશ કરનારું થયું છે. પ્રભુને પ્રણામ કરી તેમના વચનની ભાવના ભાવતા શ્રી કૃષ્ણ સપરિવાર દ્વારિકામાં આવ્યા.