________________
૨૯૯
કે અમે ગેાશિષ ચંદનના લેપ કરીએ છીએ આવું સ્વપ્ન તમે સાંભળ્યુ છે. તેનું ફુલ હે રાજન્! સાંભલે !
ચ'ચલ વાનાની પેઠે ચપલાત્મા, અલ્પસત્વવાળા, એવા જ્ઞાન ક્રિયાને વિષે અનાદર કરવાવાળા, શિથિલાચારી, ચલપરિણામી યતિ થશે. વાનરના ટાળાના જે અધિપતિ તે ગચ્છના આચાર્ય જાણવા, તેઓ સાવદ્ય વ્યાપારના સેવનરૂપ, દુષ્ટ કરૂપી જે વિષ્ટા, તે વડે કરી પેાતાના આત્માને લીપશે, અને તે આચાયની પાસે રહેનારા, બીજા સાધુએ પણ અચિરૂપી, સાવદ્ય કર્મોના સંચય કરી પેાતાના આત્માને લીપશે.
જ્યારે બીજાએ તેમની નિંદા કરશે તે વખતે તેઓ એમ કહેશે કે અમા૬ા આચરણની કાઈ એ પણુ નિદા કરવી નહી. અમે કેવલી ભાષિત ધર્મની આરાધના કરીએ છીએ, ઘણા નિર્મળ ચારિત્રનું પાલન કરશે. તેમની તે શિથિલાચારી સાધુએ હાંસી કરશે, માથું મુંડાવ્યા પછી ચપલ વાંદરાની પેઠે ઢીલા થશે, ઘેાડુ ભણશે અને જ્ઞાનને ડોળ કરશે, તેમને કોઈ નિમળ ચારિત્રવ ́ત શિખામણ આપશે ત્યારે તે લીગધારી સાધુઓ તથા તેમના ભરમાવેલા શ્રાવકા શુદ્ધ ચારિત્રવતની હાંસી ઉડાવશે, અને કહેશે કે આ પ'ચમકાળમાં ચારિત્ર છે જ કાં ? જોયા હવે ઉત્કૃષ્ટા ! આ પ્રમાણે ભષ્ટાચારીએ વાંદરાની પેરે ચપલાઈ કરશે.