________________
ત્રીજા સ્વપ્નમાં છાયાએ સહિત નવપલ્લવિત જે ક્ષીરવૃક્ષ, તેની નીચે સિંહના ઘણા બાલક પ્રશાંત રૂપે બેઠેલા છે. લોકે તેના વખાણ કરે છે. બાજુમાં બાવળના વૃક્ષ નીચે કુતરાનાં બચ્ચાં કીડા કરે છે. તેવું જ તમે જોયું છે તેનું ફળ હે રાજન ! તમે સાંભળો.
જે ક્ષેત્રમાં સાધુઓને વિહાર છે. તે ક્ષેત્રમાં રહેનારા શ્રાવકે ક્ષીર વૃક્ષ સમાન છે. તે શ્રાવકે સાધુની ભક્તિવાળા-શ્રી જિન શાસન પ્રભાવક અને સાત ક્ષેત્રે દ્રવ્યને વ્યય કરનારા જાણવા.
ચારિત્રના રાગી એવા શ્રાવકને સિંહના બાલક સમાન, પાસસ્થા લેકગ્ય અને લેકરંજન કરવાવાળા લીંગીએ તે શ્રાવકને ઉન્માર્ગે ચઢાવશે, દ્રવ્યલીંગી સાધુઓ, તે શ્રાવકોના આત્માને ઉચ્ચસ્થાને લઈ જનાર જે સાત ક્ષેત્રે માં દ્રવ્ય વાપરતાં અટકાવશે, તે માર્ગમાં કાંટા વેરશે, સારા શુદ્ધ ચારિત્રવંત મુનિઓની સંગત કરવા દેશે નહીં. આ પ્રમાણે શુદ્ધ મુનિમાર્ગમાં દ્રવ્ય લીગીઓ અનેક પ્રકારની કદર્થના ઉત્પન્ન કરશે.
ચોથા સ્વપ્નને વિષે જે કાગડાનું ટોળું તૃષાવત થઈને વાવડીના તટને છોડી, થડા પાણીના સમુહ તરફ જતું હતું. તે વખતે એક કાગડાએ તેઓને કહ્યું કે ત્યાં પાછું નથી, તે શું કામ જાએ છે? અહીં પાણી છે તે આ બાજુ આવે, પણ તે કાગડાઓએ માન્યું નહિ, અને