________________
૩૨૦ ચિત્રા, સૌદામિનીએ ચાર દિકકુમારિકાઓ આવી તિપિતાની દિશામાંઉભી રહેશે. પ્રભુના તથા તેમની માતાના ગુણ ગાશે.
ત્યારબાદ રૂપ, રૂપાસિકા, સુરૂપ, રૂપકાવતી એ ચાર કુમારિકાઓ આવી પ્રભૂની નાભિનાલનું છેદન કરી, માટીના ખાડામાં મૂકી ઉપર રત્નો તથા દુર્વાએથી તે ખાડાને પૂરશે, ભક્તિથી તે સ્થાન ઉપર પીઠ બાંધશે, તે દિકુમારિકાઓ દક્ષિણ પૂર્વ અને ઉત્તર દિશામાં કદલી ગૃહની સ્થાપના કરી, તેમાં સિંહાસન સ્થાપિત કરશે. - દક્ષિણ દિશાના કેળના ઘરમાં પ્રભુ અને તેમની માતા ને દિવ્યતેલથી માલિશ કરશે, શરીરે સુગંધિત પદાર્થોનું વિલેપન કરશે, ત્યારબાદ પૂર્વ દિશાના કેળના ઘરમાં લઈ જઈને સ્નાન તથા અનુપન વિધિ કરીને વસ્ત્રાલંકારથી બન્નેને વિભુષિત કરશે, ત્યારબાદ ઉત્તરના કેળના ઘરમાં લઈ જઈ રક્ષા બંધન કરશે, કુલપર્વતની જેમ આપ આયુષ્યને પ્રાપ્ત કરો, તે પ્રમાણે આશીર્વાદ આપી સુતિકા. ગૃહમાં લઈ જઈ મધુર સ્વરોથી તેમના ગુણે ગાશે.
દેવલેકમાં દેવતાઓના ઘંટને વિચિત્ર પ્રકારને નાદ. થશે, ઈન્દ્રનું આસન કંપાયમાન થશે, સૌધર્માધિપતિ અત્યંત ક્રોધિત બનીને બોલશે કે ગજેન્દ્રોના દાંતને તેડવા. વાળો કોણ છે? નક્ષત્રમાળાને માટે નક્ષત્રોને પકડવાની ઈચ્છા કણ રાખે છે? આ પ્રમાણે બલીને જ્યારે ઈન્દ્ર, હાથમાં વજાને ધારણ કરશે ત્યાં સેનાપતિ આવીને કહેશે, હે નાથ ! આપને શત્રુ ક્યાં છે? આપ તેની ઉપર ક્રોધ કરે છે ?