________________
- ૩૧૮ કલ્પવૃક્ષની સમાન પ્રભુને જન્મ થતાંની સાથે નારકીના છે એક ક્ષણ માટે શાંતિ મેળવશે, અન્ય જીને શાંતિ પ્રાપ્ત થાય તેની નવાઈ નથી.
મહિને દૂર ચાલી જવાને આદેશ આપતા દુદંભી નાદ દ્વારા પ્રભુ જન્મની ખુશાલીને જાહેર કરશે, તે વખતે પ્રભુના અંગેની અદ્ભૂત તિ વડે અંધકારમય, આકાશમંડલ, ફિટિક સમાન, તેજસ્વી બની જશે. પ્રથમ દિકુમારિકાના આસને કંપાયમાન થશે, બાદમાં અવધિજ્ઞાનથી પ્રભુના જન્મને જાણશે, પિતાપિતાને આવાસ સ્થાનમાં જિનેશ્વરદેવની સ્તુતિ કરશે, નમસ્કાર તથા હર્ષમાં આવી ગીતે ગાશે, આઠ દિકકુમારિકાએ પોતાના વિમાનમાંથી પ્રભુને જ્યાં જન્મ થયેલ છે ત્યાં પ્રસુતિ ગૃહમાં આવશે.
જેમના નામે અનુક્રમે ભેગંકરા, ભગવતી, સુભેગા, ભેગમાલિની, સુવત્સા, વત્સચિત્રા, પુષ્પમાલા, અનિન્દિતા હશે, પ્રભુ તથા પ્રભુની માતાને ત્રણ પ્રદક્ષિણા દઈને પ્રણામ કરશે, અને કહેશે કે હે ચારૂલેચને ! અમે આઠ દિકકુમારિકાએ પાતાલથી આપની સેવા કરવા માટે આવીએ છીએ, માટે આપ કેઈપણ પ્રકારની ચિંતા કરશે નહી. આ પ્રમાણે કહીને સંવર્ત પવનથી અશુભ પુદ્ગલોને સુતિકા સ્થાનથી જન પ્રમાણ દૂર કરી પ્રભુના ગુણેને ગાશે, ત્યારબાદ બીજી આઠ દિકુમારિકાઓ સ્વર્ગ લેકના નન્દનવન કુટથી પિતાના વિમાનેને લઈને આવશે.