________________
૩૩૫
જેવા લાગે, તે વખતે સુંદર વસ્ત્રાલંકારોને ધારણ કરી નાગરિકે ત્વરિત ગતિએ એક બીજાથી આગળ જવાની સ્પર્ધામાં જતા હતા.
તે જોઈ રાજાએ સેવકને પૂછયું કે આજે આ નગરમાં કેને ત્યાં ઉત્સવ છે કે જેથી ઘણું લેકે ત્યાં જઈ રહ્યા છે. સેવકે બહાર જઈ તપાસ કરીને આવી રાજાને કહ્યું કે હે રાજન્ ! સૂર્યોદય નામના આપણા ઉદ્યાનમાં ચાર જ્ઞાનથી યુક્ત શ્રી. સમુદ્રઘેષસૂરીશ્વરજી પધાર્યા છે. જંગમતીર્થ એવા આચાર્ય ભગવંતના દર્શનની લાલસાથી અને તેઓની દેશનાનું શ્રવણ કરવાની આકાંક્ષાથી કે તેમના વંદનને માટે જઈ રહ્યા છે. - તેમની વાતને સાંભળી અત્યંત જીજ્ઞાસાવાળે “શૂર રાજા પણ અંતઃપુર પરિવાર તથા સેના સહિત ત્યાં ગ, જ્યાં જઈને આચાર્ય મહારાજને સાષ્ટાંગ પ્રણામ કર્યા, યાચિત આસન ઉપર બેઠા, ત્યારબાદ આચાર્ય ભગવતે દેશના આપી, હે ભવ્યજને? રાજા વિના રાજ્ય, દ્વાર વિનાનું મકાન, મૂળ વિનાનું ઝાડ, પાત્ર વિનાનું અમૃત, ભાયમાન થતું નથી. તેવી રીતે જીવાત્માની પાસે સમ્યક્ત્વ વિના ધર્મ રહી શકતું નથી.
ભૂમિરૂપ સમ્યક્ત્વના બલ ઉપર જ વ્રત રૂપી વૃક્ષ ફળની પ્રાપ્તિ કરે છે. દેવતત્ત્વ, ગુરૂતત્વ, ધર્મતત્વમાં શંકા રહિતપણે સુનિર્મલ શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવામાં