________________
३४२ કેશલેશ્વર ભરતાર્ધચકી વાજબના તરફ ભેટના રૂપમાં આ દંડ મેકલાવેલ છે.
મંત્રીની વાત સાંભળી ક્રોધથી ભયંકર બનીને સુંદરબાહ કહેશે કે અમે લોકો સ્વામિ છીએ તે પછી આ બધું ત્યાં લઈ જવાની જરૂર નથી. તે વૃદ્ધના માટે તે લાકડાને દંડ જોઈએ, આ દંડને પડાવો લઈને તેના પ્રચંડ પુરૂષાર્થને જેવાને ઇચ્છું છું. માટે આ બધું જ પડાવી લેવું જોઈએ. પિતાના સૈનિકેને હાથ ઉચા કરી આદેશ આપશે. અને કેશલેન્દ્રના સૈનિકે સુકાયેલા ઝાડની જેમ વાસુદેવના સૈનિકે વડે ગદાના પ્રહારથી મરશે. ગદાના પ્રહારથી જર્જરિત થયેલા તે સૈનિક કાગડાની જેમ તિપિતાના જીવને બચાવવા માટે ભાગી જશે, સુંદરબાહુ હાથી, ઘોડા વિગેરે બધુ જ લઈ લેશે.
વીર પુરૂષ બળજબરીથી બીજાની લક્ષ્મીને ગ્રહણ કરે છે. પણ. પારકી સ્ત્રીને સ્પર્શ પણ કરતા નથી. પિપટની જેમ ભયથી આકુલ બનેલું કેશલેશ્વરનું સન્મ જઈને વાઘને બધી હકીક્ત કહે, વાઘ ક્રોધાવેશમાં આવી યમરાજની જેમ સભામાં પોતાની ભયંકર ભૂજાને ઉછાળો બેલશે કે હરિ જેમ પિતાના મૃત્યુ માટે સુતેલા સિંહને જગાડે છે તેવી જ રીતે મરવાને માટે તૈયાર થયેલા સુંદરબાહુએ મને ક્રોધાગ્નિમાં બાળે છે. આફત નજીક આવવાથી કઈ પણ પુરૂષની બુદ્ધિ બગડી જાય છે. નહિતર આવું અનુચિત કાર્ય કરવા માટે તે તૈયાર થાય જ નહી. સુંદર,