________________
૩૪૩
બાહુએ મારી લક્ષમીને વચમાં જ લુંટી લીધી છે. માટે તે મારે શત્રુ છે, તેથી તેના પિતાને તથા તેના ભાઈની સાથે તેને અવશ્ય હું દંડ આપીશ.
ત્યારબાદ મંત્રી મંડળમાંથી એક મંત્રી રાજાને કહેશે કે હે રાજન! તેઓએ બાળકબુદ્ધિએ આ કાર્ય કર્યું હશે, આપના આધિપત્ય નીચે જીવવાવાળા તેના પિતાની સંમતિ પૂર્વક આ કાર્ય થયેલું નથી, જરૂર તે બાળકને પિતા આપની ક્ષમા માગવા માટે આજે અથવા કાલે અહીં આવશે. વળી બીજી વાત એ છે કે નીતિને આધાર લેવો જોઈએ, માટે આપ મને આદેશ આપ કે હું ત્યાં જઈને સુન્દર બાહુને તેના મોટાભાઈ સહિત લઈને આવું. આ પ્રમાણે મંત્રીના કહેવાથી વાઘ મંત્રીને આદેશ આપશે, તે દૂત જદીથી ધર્મકુમાર તથા સુંદરબાહુના નગરમાં આવશે.
ત્યાં અને પુત્ર સહિત રાજાને જોઈ બુદ્ધિશાળી તે મંત્રી શાંતિથી બોલશે કે આપના આ પુત્રે વાઘ રાજાના ઉત્કટ દંડને નથી જાણતા ? તેઓએ અઘટિત કાર્ય કર્યું છે. હજુ પણ કાંઈ બગડયું નથી. તેમની થાપણ તેમને સુપ્રત કરી, મારી સાથે બન્નેને મેકલા, બીક રાખવાની જરૂર નથી આપના પુત્રના અપરાધને વાઘ રાજવી અવશ્ય ક્ષમા આપશે, કેમકે આ કાર્ય બાલચેષ્ટામાં
મંત્રીની વાત સાંભળી સુન્દરબાહુ કહેશે કે હે સચિવ ! આપે સ્વામિભક્તિથી મારા પિતાજીને જે કહ્યું છે તે