________________
૩૩૩
તે વખતે પ્રભુ સર્વ સાધારણ બોધદાયિની, અનન્ત ગુણે-- વાળી, જનગામિની પિતાની વાણીથી દેશના આપશે.
જેવી રીતે દેવતાઓ સમુદ્રનું મંથન કરીને અમૃતને મેળવે છે તેવી રીતે તમે બધા અસાર એવા સંસારમાં સાર: રૂપ ધર્માને પ્રાપ્ત કરે, જેવી રીતે તાંબુલથી શૃંગાર અને મુક્તાફળ (મણું) વડે અલંકાર સૌભાગ્યને પ્રાપ્ત કરે છે તેવી રીતે સમ્યક્ત્વથી જ ધર્મ શોભાયમાન બને છે. નવતત્ત્વ ઉપરની શ્રદ્ધાને જ સમ્યક્ત્વ દર્શન કહેવાય છે.
તે રવાભાવિક ગુરૂદ્વારા તેમની કૃપાદ્રષ્ટિથી પ્રાપ્ત થાય છે. પ્રાણીઓને રાગદ્વેષ પરિણામ રૂપ ગ્રન્થી અત્યંત દુર્ભેદ્ય ઉત્પન્ન થાય છે. અપૂર્વ કરણ, અનિવૃત્તિકરણ તથા યથાપ્રવૃતિકરણથી જ મિથ્યાત્વ રૂ૫ ગ્રન્થનું દન થતાં જ અન્તમુહૂર્તમાં જ તત્ત્વરૂચી ઉત્પન્ન થાય છે. અનિવૃત્તિ કરણથી તત્ત્વની શ્રદ્ધા વધતી જાય છે.
ગુરૂ ઉપદેશ દ્વારા ઉત્પન્ન થવાના કારણથી શ્રદ્ધા અધિગમિક વસ્તુ છે. પરંતુ સમ્યક્ત્વ અભ ય આત્માઓને તે કોડભવ થાય તો પણ પ્રાપ્ત થતું નથી, તેને દુર્લભ છે. શમ, સંવેગ નિર્વેદ, અનુકંપા, અસ્તિય એ પાંચ સમ્યક્ત્વના લક્ષણ છે.
જે પૂર્વે આયુષ્યને બંધ કર્યો હોય તે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા બાદ જે ગતિને બંધ હોય ત્યાં જવા જાય છે, પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી આયુષ્યને બંધ કરે: તે નિશ્ચિત દેવગતિને પ્રાપ્ત કરે છે.