________________
૩૩૯
શ્રરાજ મુક્તિએ ગયા, આ પ્રમાણે દેશના આપીને બે પ્રકારની ધર્મ પ્રરૂપણું અમમસ્વામિ કરશે, પ્રભુની દેશનામૃતવૃષ્ટિથી શાંતિ પામેલા સમવસરણમાં આવેલા છે પિતાને ધન્ય માનશે, ઘણા આત્માએ સર્વ વિરતિને ધારણ કરશે, ઘણુઓ દેશવિરતિપણાને પ્રાપ્ત કરશે.
જ્યારે ઘણા આત્માએ સમ્યકૂવને ધારણ કરશે, સંયમને ગ્રહણ કરેલા સત્તાવન રાજાઓની વિનંતિથી ઉત્પાદ, વ્યય, પ્રૌવ્યની દેશના આપશે.
આ પ્રમાણે પ્રથમ પિરિસિ પુરી થતાં જ પ્રભુ પિતાની દેશને પૂર્ણ કરશે, દેશનાના અંતે જિનેશ્વરદેવને નમસ્કાર કરીને સુરેન્દ્ર, નરેન્દ્ર પિતા પોતાના સ્થાને જશે, જમ્મુખ નામને યક્ષ, બન્ને હાથમાં અનેક પ્રકારના શસ્ત્રાશસ્ત્રને ધારણ કરતે શાસન રક્ષક બનશે, બાણ પાશાદિ શસ્ત્રાસ્ત્રને ધારણ કરવાવાળી વિદિતા નામની શાસન શક્ષિકા દેવી હશે, પ્રભુ ચેત્રીશ અતિશયંત હશે, આ પ્રમાણે મહર્ષિએ તથા કડાકોડી દેવતાઓથી જેઓના ચરણારવિન્દ્રની પૂજા કરાશે એવા પ્રભુ અમમસ્વામિ ભૂમંડલ ઉપર વિચરશે.
છે અમમસ્વામિ ચરિત્ર ભાષાંતર અઢારમે સર્ગ
સંપૂર્ણ