________________
૩૩૬
આવે છે. ધર્મના દશભેદ બતાવવામાં આવ્યા છે. તીર્થકર પરમાત્મા તેજ કહેવાય કે જેઓ અઢાર દેષથી રહિત હોય અને ધર્મ તીર્થની સ્થાપના કરી હોય, પાંચ મહાવ્રત ધારી તથા બાહ્ય અને અત્યંતર શત્રુઓ ઉપર વિજય મેળવવાના માર્ગે હોય તે જ ગુરૂ કહેવાય.
શ્રી સર્વએ બતાવેલા જીવાદિ તો છે તે જ તત્વ છે અને કેવળી ભગવતેએ બતાવેલ છે તેજ ધર્મ છે. આ પ્રમાણે માનતે હેય, સેવ હોય, આરાધત હોય તેજ આત્મા સમ્યક્ત્વ દ્રષ્ટિ કહેવાય છે. તેથી ઉલ્ટી. રીતે તત્ત્વની બુદ્ધિ તેનું જ નામ મિથ્યાત્વ છે જેવી રીતે છાપમાં પ્રાણીઓને ચાંદીને વિભ્રમ થાય છે તેવી રીતે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદ્રષ્ટિની પ્રશંસા એ બધું સમ્યક્ત્વનું દૂષણ છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા બાદ જીવને અનેક પ્રકારની પ્રાપ્તિ થાય છે. કપુરવડે જેમ જલને સુગંધિત બનાવવામાં આવે છે તેમ સમ્યક્ત્વથી જવા ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે. પણ નીચગતિને પ્રાપ્ત કરતું નથી.
શ્રી શ્રી રાજાએ પણ સમુદ્રસૂરીશ્વરજી ગુરૂ પાસેથી સમ્યક્ત્વનું માહાતમ્ય સાંભળી ઉલ્લાસ પૂર્વક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી, તેને સમ્યક્ત્વની જગતમાં પ્રશંસા થવા લાગી, તેના પાલનથી તે શુર રાજા, તીર્થકર વડે પણ પ્રશંસાને પાત્ર બન્યા, તેના રાજ્યમાં જૈનધર્મની વિજય પતાકા ઉન્નત ફરકવા લાગી.