________________
૩.
છઘસ્થ પ્રભુ અમમસ્વામિ આ પ્રમાણે બે મહિના સુધી નિરંતર વિહાર કરી ફરીથી સહસ્ત્રાપ્રવને ઉધાનમાં પધારશે.
ત્યાં જંબુ વૃક્ષની નીચે છક તપયુક્ત પ્રભુને પિસ સુદ છઠ્ઠને દિવસે ઊત્તરાભાદ્રપદ નક્ષત્રમાં અપૂર્વકરણથી ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરી ઘાતકર્મોને ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થશે. તે વખતે દિશાઓ પ્રકાશિત બનશે. સુગંધિત પવન હશે. અને નારકી અને ક્ષણભર સુખની પ્રાપ્તિ થશે.
ઈન્દ્રોના આસન કંપવાથી ચોસઠ ઈન્દ્રો પ્રભુને કેવળ જ્ઞાન થયેલું જાણીને ત્યાં આવશે, વાયુકુમાર એક યોજન પ્રમાણ ભૂમિની શુદ્ધિ કરશે, ત્યારબાદ મેઘકુમાર સુગન્ધિત જલની વૃષ્ટિ કરી આત્મિક સૌરભની પ્રાપ્તિ કરશે. નરદે, અષ્ટમંગલની રચના કરશે, સમવસરણની રચના થશે, વ્યન્તરદેવે સમવસરણના ઉપરના ગઢમાં હજાર ધનુષ્ય, પ્રમાણ અશોકવૃક્ષની રચના કરશે. તેની નીચે પઠ. અને ઉપર છદકની રચના કરશે.
ત્યાં દેવતાઓ પાદપીડ સહિત સિંહાસનની રચના કરશે, બીજા દેવે પ્રભુના મસ્તક ઉપર સફેદ છત્ર અને પાછળના ભાગમાં બે ચામર ધારીને યક્ષે ઉભા રહેશે. કમલની ઉપર માણેકથી બનાવેલ ધર્મચકની સ્થાપના હશે.
આ પ્રકારની શોભાથી યુક્ત રત્નના ત્રણ સિંહાસને