________________
૩૨૯
ત્યારબાદ પ્રભુને ચારિત્રનું પરમમિત્ર મર્યાય નામનું ચોથું જ્ઞાન પ્રાપ્ત થશે. સુરેન્દ્ર, અસુરેન્દ્ર અને નરેન્દ્ર જ્યારે પ્રભૂને વંદન કરી પિતાપિતાના સ્થાને ચાલ્યા જશે ત્યારે સૂર્ય પણ અસ્તાચલરૂપ પોતાની ગુફામાં ચાલ્યા જશે, રાજ્યકાલની જેમ સંયમ કાળમાં પણ નવીન તપસ્વીએથી પરિવૃત બનીને કાઉસ્સગ્ગમાં રહેશે, સંધ્યારાગ, કૌસ્તુભશાલિની, કામિનીની સમાન રાત્રી, મેહને જીતવાને માટે ઉદ્યમવંતા થયેલા પ્રભુને વધામણી આપશે. બીજે દિવસે લક્ષ્મીપુરમાં વિજય રાજાના ઘેર પ્રભુ ખીરનું પારણું કરશે.
તે વખતે દાતાના પુણ્યની પ્રશંસાના માટે આકાશમાં દેવદુંદુભિના નાદ થશે. સાડા બાર કરેડ સેનૈયાની વૃષ્ટિ થશે, દાન આપનારના દર્શન કરવા માટે નગરજને તથા દેવતાઓ પણ આવશે. બીજા દેવતાઓ આકાશમાંથી સુગન્ધિત પુની વૃષ્ટિ કરશે. દાતાની કીર્તિને દેવતાઓ વજ દડેવિડે સ્વર્ગસુધી લઈ જશે.
વિજય રાજા પ્રસૂના ચરણેની જગ્યાએ રતનેની પીઠ કરાવશે અને દરરોજ પૂજન કરશે, છદ્મસ્થાવસ્થામાં રહેલા ભગવંત આકાશમાં ભ્રમણ કરતા સૂર્યની જેમ ગામ નગરમાં અવિરત વિચરશે. અત્યંત સુકુમાર હોવા છતાં પણ અત્યંત દુસ્તર તપનું આરાધન કરી મુક્તિ રમાના વૈભવના અધિકારી બનશે.