________________
૩૨૨
કરાવશે કે સુર, અસુર, અને મનુષ્યમાં કેઈપણ મનથી પણ પ્રભુનું કે તેમની માતાનું અનિષ્ટ ચિતવશે તેના મસ્તકના સાત ટુકડા થશે, ત્યારબાદ ઈન્દ્ર સંમતિરાજાના ઘરમાં બત્રીસકેટિ સોનૈયાની વૃષ્ટિ કુબેર દ્વારા કરાવશે, પ્રભુના અંગુઠામાં અમૃતને મુકશે, જેનાથી પ્રભુને ભૂખ લાગશે નહી. તીર્થંકર પરમાત્મા માતાને સ્તનપાન કરતા નથી, પાંચ દેવીઓને ધાત્રી કર્મ કરવા માટે મૂકી ઈન્દ્ર નંદીશ્વર દ્વીપ જશે.
ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ કરી બધા દેવે પિતાના સ્થાને જશે. પ્રાતઃકાલે મધુર પવનના આવવાથી ભદ્રાદેવી પદ્મિનીની જેમ જાગશે, દેથી પૂજાયેલા પિતાના પૂત્રને જોઈ આનંદ પામશે, હર્ષિત થયેલી દાસીએ રાજાને વધામણી આપશે, અને કહેશે કે દિકુમારિકાઓએ સૂતિકર્મ કર્યું છે. કુબેરના જે રાજા દરેકને ભેટ આપશે, ઐકયના રાજ્યની પ્રાપ્તિ કરતાં પુત્ર જન્મથી અધિક ખુશી થશે, કેદીએને છોડી મૂકશે, મહા આડંબર સહિત પુત્રને જન્મત્સવ ઉજવશે, જેને જે વસ્તુની ઈચ્છા હોય તે વસ્તુ પુત્ર જન્મની ખુશાલીમાં આપશે.
નગરમાં નૃત્ય, ગાન, નાટક, વિગેરેનું આયોજન કરશે. જેથી નગરી શોભાયમાન દેખાશે, મોટા મોટા શ્રેષ્ટિએ, સામતે, માંડલિકે એ ભેટ રૂપમાં આપેલા હાથી ઘડા રત્નાદિથી શ્રી સમ્મતિ રાજાનું ભવન તે વખતે કુબેરના ધનભંડાર જેવું બની જશે, અનેક પ્રકારના આભૂષણથી