________________
કર૩
શોભતા પુત્રને જોઈ રાજા પિતાને જગતમાં સર્વ શ્રેષ્ઠ માનશે, છઠ્ઠી જાગરણ તથા સૂર્ય-ચંદ્રના દર્શન વખતે રાજા મેંટે ઉત્સવ કરશે.
બારમા દિવસે રાજા ભેજનાદિ વસ્તુઓથી બાંધવાનું, નાગરિકેનું સન્માન કરશે, કુલવૃદ્ધાઓ તથા કુલદેવતાઓની પૂજા કરીને “પ્રભુના જન્મની પહેલાંથી જ પ્રભુની માતા મમત્વરહિત હોવાથી પ્રભુનું નામ “અમમ પાડશે.”
ઉદ્યાન વૃક્ષની જેમ પ્રભુ અંગુઠાને મોંમાં રાખીને અમૃતનું પાન કરશે, મતિ-મૃત અને અવધિ ત્રણે જ્ઞાનથી યુક્ત હોવા છતાં પણ પિતાની ઈચ્છા પૂર્તિ કરવા માટે દેવદેવીઓની સાથે અનેક પ્રકારની રમત રમશે. અનેક પ્રકારના સુખ સાધનથી સંપન્ન પ્રભુ બીજના ચન્દ્રની જેમ વધવા લાગશે.
સંપૂર્ણ કલાઓને પ્રભુમાં વિકાસ થશે, બહેતર કલાઓથી યુક્ત પુત્રને શિષ્યની જેમ પરમ વિનેયી જોઈ પિતાને અત્યંત આશ્ચર્ય થશે, અનુક્રમે પ્રભુ શૃંગારદેવતાના ભવનરૂપ, કામકીડાના ઉદ્યાનરૂપ યૌવન વયને પ્રાપ્ત કરશે સાઠ ધનુષ પ્રમાણુ ઉન્નત શરીરને જોઈ લેકોને પહાડને ભ્રમ થશે, પ્રભુના લોકેત્તર ગુણેને ગાવા માટે કવિઓની બુદ્ધિ ખૂટી જશે. | વીર અને સુકુમાર એવા પ્રભુને જોઈ લેકે વિચાર કરશે કે તેમની કાયામાં વજ અને કમલનું મિશ્રણ હશે.