________________
-
૩ર૪
યૌવનાવસ્થામાં પ્રભુને આવેલા જાણ રાજા યુવરાજપદે તેમની સ્થાપના કરશે. તેમની ઉપર તમામ પ્રકારને કારભાર સુપ્રત કરી, રાજા ધર્મ અને ઉપગનું આરાધન કરવા લાગશે. પ્રભુના ગુણનું અને રૂપનું શ્રવણ કરી અનેક રાજાએ પિતાની કન્યા પ્રભુને પરણાવશે.
પિતાના ભેગાવલી કર્મોને વિપાક જાણી, માતાપિતાના આદેશને માન્ય કરી, ત્રણ જ્ઞાનથી યુક્ત, આત્મસાધનામાં લીન હોવા છતાં પણ પ્રભુ અનેક કન્યાઓ સાથે લગ્ન કરશે. દેવે દ્વારા ઉત્સવે થશે, અનેક પ્રકારના ભેગોને ભેગવતાં શ્રી પ્રભુ કમલની જેમ નિર્લેપ રહેશે, આ પ્રમાણે પંદર લાખ વર્ષો વ્યતિત થયેથી શ્રીમાન સમ્મતિરાજા સભામાં પુત્રને કહેશે. | હે વત્સ! રાજ્ય સુખેથી મને અજીર્ણ થયેલું છે, માટે જ્યાં સુધી આ શરીર સારું છે અને વૃદ્ધાવસ્થા આવી નથી, ત્યાં સુધી સ્વર્ગ કે મુક્તિના સામ્રાજ્યના માટે મને તૈયાર થવું ખૂબ જ આવશ્યક છે, માટે તમે રાજ્યને ગ્રહણ કરે, અને પ્રજાને અનુરાગ વધારે, પરિવાર તથા માતા પ્રત્યે તમારી કૃતજ્ઞતા બતાવે, ગ્રીષ્મ ઋતુની જેમ પ્રઢ. પ્રતાપી બનીને શત્રુઓનું શોષણ કરો. જેથી તમારી તલવારને જયશ્રી છેડે નહિ.
પ્રથમ આંતર શત્રુઓને જીતી પછીથી બાહ્ય શત્રુઓને જીતજે, આ પૃથ્વી ઉપર ઘણું રાજાઓ થઈ ગયા, છતાં પણ પૃથ્વી કેઈની થઈ નથી માટે યશને પ્રાપ્ત કરવાનું