________________
૩૦૯
અબાવશે, ત્યારબાદ જિન ધર્મ નિર'તર ચાલશે, લેાકેા સુખી થશે.
શ્રી તીકરાના સમયમાં પૃથ્વી અધિક પરિપૂર્ણ હતી, ગામ નગરની સમાન, નગર સ્વગ તુલ્ય, રાજા કુબેર જેવા, આચાય ચન્દ્રમા સમાન, પિતા દેવતા સમાન, સાસુ માતાથી પણ અધિક પ્રેમાળ, પિતાથી અધિક ભાવપૂર્ણ શ્વસુર હતા, જ્યારે પાંચમ કાળમાં લેાકેા અત્યંત કષાયવાળા અને મનના અત્યંત મલીન થશે, જેમ જેમ કાલ જતા જશે તેમ તેમ લેાકેા હિંસામાં રત બનશે.
ગામ મશાન જેવા ખનશે. નગર ગામ જેવા બનશે, શેડ નેાકર જેવા હશે, પૃથ્વી ઉપર ચારેના ઉપદ્રવ વધશે, રાજા કર દ્વારા પ્રજાને પીડશે, લાંચથી અધિકારી લેકે પણ જનતાને પીડિત કરશે, લેાકેા અધિક સ્વાર્થી બનશે, સ્વજને પરસ્પર વિરાધી બનશે, લેાકેા પરાઘાતી થશે, લેાકેામાંથી દાક્ષિણ્યતા, સત્ય, લજજા, ચાલી જશે, શિષ્યા ગુરૂની અવજ્ઞા કરશે.
વળી ગુરૂજન પણ શિષ્યાને સત્યેાપદેશ નહી આપે, ધીમે ધીમે ગુરૂકુલાવાસના નાશ થશે, ધીમે ધીમે લોકો મિચ્યાત્વી બનતા જશે, ઘણા આચાર્યાં એવા થશે કે જેમના નામનું સ્મરણ કરવા પણ કાઈ તૈયાર નહી થાય. કેટલાક સાધુએ સ્વચ્છ ંદી, કલેશપ્રિય, અને કેવળ દ્રવ્યમુંડ હશે, કેટલાક શાસ્ત્રાભ્યાસ, તપ, ક્રિયા કરશે, પરતુ મુક્તિ માટે નહી પણ પેાતાની પ્રશંસા થાય તે માટે જ કરનારા હશે.