________________
૩૮ અવિચારી કાર્ય કરતાં અટકાવશે, પરંતુ તે કલ્કી કર્યું માનશે નહી. તે વારે શ્રી સંઘ ઈન્દ્રની આરાધના કરવા લાગશે, કાઉસ્સગ્રના પ્રભાવથી ઈન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણના રૂપે ત્યાં આવશે, સભામાં સિંહાસન ઉપર બેઠેલા કલ્કીને કહેશે કે હે રાજન! તપસ્વીઓ પાસેથી છઠ્ઠો ભાગ કેમ માંગે છે
તે વારે કલ્કી કહેશે કે બધા જ ભિક્ષુઓએ પિતાની ભિક્ષામાંથી છઠ્ઠો ભાગ આપ જોઈએ, તે વારે ઈન્દ્ર કહેશે કે હે રાજન ! તને તપસ્વીઓ પાસેથી યાચના કરતા લજજા કેમ નથી આવતી? આ મુનિઓને છેડી દે. નહિંતર ઘણું ખરાબ થશે, કાળા નાગને મારવામાં શું કલ્યાણ થાય છે?
ઈન્દ્રની વાણીથી તે ભયાનક કોધમાં આવશે, અને પિતાના સૈનિકોને કહેશે કે આ બ્રાહ્મણને પકડી નગરીની બહાર ફેંકી દે, જ્યારે તે આ પ્રમાણે બોલશે, તે વારે ઈન્દ્રને ક્રોધ આવશે, અને તેને થપ્પડ મારી નીચે નાખી દેશે. કલ્કીનું મૃત્યુ થશે, કલ્કી ૮૬ વર્ષ સુધી રાજ્ય ભગવશે, અને મરીને નારકમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારે ઘણું દુઃખ ભેગવશે, ઈન્દ્ર જૈન ધર્મની પ્રજ્ઞાપના કરીને દત્ત નામના કલ્કીના પૂત્રને રાજ્ય ઉપર બેસાડી શ્રી સંઘને નમસ્કાર કરી પિતાના સ્થાને જશે.
ઈન્દ્રની આજ્ઞાથી તથા પિતાના પિતાના પાપનું સ્મરણું કરતા દત્ત રાજા પિતાના રાજ્યમાં જિન મંદિરે