________________
૨૯૩
વૃત્તાંત કહી બતાવ્યું, સાંભળીને પાંડવે રડતાં કકળતાં પૃથ્વી ઉપર આળોટવા લાગ્યા, અને મૂર્ણિત બની ગયા, શુદ્ધિમાં આવ્યા બાદ શ્રીકૃષ્ણના ગુણેનું સ્મરણ કરતાં અને રડતાં તેઓએ પિતાના ભાઈની જેમજ તેમનું પ્રેત કાર્ય કર્યું. પાંડને સંસારથી વિરક્ત જાણુ ભગવાન નેમિનાથે ચાર જ્ઞાનવાળા ધર્મઘોષસૂરિને તેમની પાસે મોકલ્યા. જરાપૂત્રને રાજા બનાવી, દ્રૌપદી સહિત પાંડવોએ ગુરૂમહારાજની પાસે સંયમ લીધે, આચાર્ય મહારાજના પ્રયાસથી છેડાજ વખતમાં પાંડે દ્વાદશાંગી પારંગત બન્યા, ગુરૂ મહારાજની આજ્ઞા લઈ શ્રી નેમિનાથ પ્રભુને વંદના કરવા માટે અધિરા બનેલા ભક્તિપૂર્વક મથુરાથી ચાલ્યા.
ભગવાન નેમિનાથે સૂર્યસમાન સમસ્ત ભરતક્ષેત્રમાં પરિભ્રમણ કરીને ભવ્યાત્માઓને પ્રતિબંધિત કર્યા, પ્રભુને અઢારહજાર સાધુ હતા, ચુમ્માલીશ હજાર કિયાશિલ સાધ્વીઓ હતી, અવધિજ્ઞાની, કેવળી, વૈકિય લબ્ધિશાળી મુનિયે દરેકની સંખ્યા દેઢ દેઢ હજારની હતી, ચારસો ચૌદપૂર્વીઓ હતા, અઢારસે મન પર્યાયી હતા, એક લાખ અગણો - સિત્તેર શ્રાવકે અને ત્રણ લાખ એગણચાલીસ હજાર શ્રાવિકાઓ થઈ.
પિતાનું નિર્વાણ નજીકમાં જાણી સમેતશિખર તથા વિમલાચલજી નજીકમાં હોવા છતાં પણ ભગવાન નેમિનાથ રૈવતગીરિ ઉપર આવ્યા, દેવતાઓએ સમવસરણની રચના