________________
૨૯૫ 'અગ્નિ આપે. અગ્નિકુમારદેવે પ્રભુના શરીરને દીપિત કર્યું. દેવેએ બીજા સાધુઓના પણ અગ્નિસંસ્કાર કર્યા. ઈન્દ્ર
સ્વામિ નિર્વાણ શિલા ઉપર વજથી પ્રભુના નામ, લક્ષણને ઉલ્લેખ કર્યો. તેમની નિર્વાણ ભૂમિ ઉપર ઈજે સુંદર રત્ન મય મંદિર તૈયાર કરાવ્યું. ઈન્દ્ર નંદીશ્વર દ્વીપમાં જઈને અઠ્ઠાઈ મહોત્સવ કર્યો.
પાંડવોએ મથુરાથી વિહાર કરીને હસ્તિક૫નગરમાં મહિનાના ઉપવાસ કર્યો. અને મનમાં વિચાર્યું કે અહીંથી બાર યેજન દૂર રૈવતક પર્વત ઉપર ભગવાન નેમિનાથને વંદન કરી કાલે પારણું કરીશું. આ પ્રમાણે વિચારતા હતા. ત્યાં લેકોના મુખેથી પ્રભુનું નિર્વાણ સાંભળીને તેઓ પંડરીકગીરિ ઉપર આવી અનશન કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી મુક્તિએ ગયા. દ્રૌપદીજી અશ્રુત દેવલેકમાં ગયા.
I અમમસ્વામિ ચરિત્રને પંદરમે સર્ગ સમાપ્ત છે