________________
૨૯૪ કરી, ભગવાને દેશના આપી, તે દેશનાના અંતે ઘણા આત્માઓએ દીક્ષા ગ્રહણ કરી, ઘણાઓએ દેશવિરતિપણું પ્રાપ્ત કર્યું. ઘણાઓએ સમ્યક્ત્વની પ્રાપ્ત કરી, કારણકે જિનેશ્વરની દેશના કોઈ દિવસ ખાલી જાય નહી. ભગવાને પાંચસો છત્રીશ સાધુઓની સાથે માસક્ષમણના તપથી તપતાં અષાઢ સુદ આઠમના દિવસે તે સાધુઓ સહિત શલેષિકરણ કરતાં ભગવાન નેમિનાથ નિર્વાણ પામ્યા, મુક્તિએ ગયા.
પ્રદ્યુમ્ન શાબાદિ કુમારે, શ્રી નેમિપ્રભુના ભાઈએ, શ્રીકૃષ્ણની આઠ પત્નીએ, રાજીમતી તથા અન્ય સાધુસાધ્વીઓએ મુક્તિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે રથનેમિએ ચાર વર્ષ ઘરમાં એક વર્ષ છદ્મસ્થપણામાં, અને પાંચ વર્ષ કેવલપર્યાયમાં વિતાવ્યા, રાજમતી કૌમાર્ય, છઘસ્થ, અને કેવળપણામાં રહ્યા હતા.
શિવાદેવી અને સમુદ્રવિજય ચેથા દેવલેકમાં ઉત્પન્ન થયા, બીજા દશાર્ણ મહદ્ધિક દેવ થયા, પ્રભુ નેમિનાથ ત્રણસો વર્ષ કૌમાર્યાવસ્થામાં, અને છઘસ્થાવસ્થામાં, સાત વર્ષ કેવલ્યાવસ્થામાં રહ્યા હતા, શ્રી નમિનાથ સ્વામિના નિર્વાણ પછી પાંચ લાખ વર્ષ પછી ભગવાન નેમિનાથ થયા. -
ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે પ્રભુની સ્મશાનયાત્રા માટે શિબિકા તૈયાર કરી, ઈન્દ્ર પૂજા કરી, પ્રભુના શરીરને શિબિકામાં પધરાવ્યું. દેવેએ અત્યંત શકાતુર થઈને નૈઋત્ય ખૂણામાં પ્રભુની ચિતા બનાવી, સ્વયં ઈન્ડે ચિતામાં