________________
૨૯૧
જોઈ મનમાં ચિન્તન કર્યું કે પરાનુગ્રહમાં લીન, આ તપનિધિ, અને પાત્ર લાભ કરવામાં આ રથકાર પણ ધન્ય છે. એક હુંજ અભાગી છું, જો કે રંકની સમાન દાન દેવામાં, તપ કરવામાં અસમર્થ છું; આ પ્રકારની સુંદર ભાવનાથી તે સુરંગ હરિ પણ તે બંનેના દાન, તપના પુણ્યને ભાગીદાર બન્યા. ત્યાં આશ્ચર્યની ઘટના બની ગઈ કે પવનથી વૃક્ષ પડ્યું.
ત્રણે જણ વૃક્ષની નીચે દબાઈ ગયા, ત્રણે જણ સાથે બ્રહ્મ દેવકના પોત્તર વિમાનની અંદર મહદ્ધિક પ્રવર દેવ બન્યા, બલરામે સે વર્ષ સુધી દેવતાના વૈભવને ઉપભેગ કરી, અવધિજ્ઞાનથી કૃષ્ણને વાલકાપુરી નામની ત્રીજી નારકીને વિષે જોયા, તેમના પ્રત્યેના સ્નેહથી મેડિત બની તરતજ જૈિકિય શરીર બનાવી, ત્યાં પહોંચ્યા, અને શ્રીકૃષ્ણને ભેટ્યા, બલરામે શ્રીકૃષ્ણને કહ્યું કે હું તારો ભાઈ છુ, તારા રક્ષણને માટે હું બ્રહ્મ દેવકથી અહીં આવેલું છું, તું કહે કે હું શું સારું કાર્ય કરું, બલરામને ઓળખી શ્રીકૃષ્ણ ભક્તિથી પ્રણામ કર્યા.
બલદેવને કહ્યું કે ભાઈ! ભગવાન નેમિનાથે કહ્યું હતું કે “વિષય સુખ પરિણામથી દુઃખદાયી છે તે વાત તદન સત્ય છે, હું હમણાં તને અહીંથી લઈ જઈ શકતું નથી, તેપણ તારી પ્રસન્નતાની ખાતર હું અહીં આવ્યો છું, માટે તું જે કહે તે કરવા તૈયાર છું; શ્રીકૃષ્ણે કહ્યું કે ભાઈ! આપને અહીં રહીને કામ પણ શું છે? મને તે વાલુકા