________________
ર૮૯ કર્યો કે હવે આહારિકને માટે ગામ કે નગરમાં કોઈ વખતે પણ જવું નહી. ત્યાંથી પાછા ફરીને બલરામ મુનિ ફરીથી માપવાસના તપમાં લીન બન્યા
કઠી આરાએ તથા ઘાસવાળાઓ દ્વારા પ્રાપ્ત થતા પ્રાસુક આહાર, પાનથી, પારણાના દિવસે પારણું કરતા હતા, નજીકના નગરના રાજાઓએ લોકેના મૂખથી બલ. રામની તપસ્યાને વૃત્તાંત સાંભળી, તે રાજાઓએ વિચાર્યું કે હમારા રાજ્યને પડાવી લેવા માટે આ મુનિ તપ કરી રહ્યા છે. માટે તે અમારા શત્રુ છે.
આ પ્રમાણે વિચારી સૈન્ય સહિત તે રાજાઓ જગલમાં આવ્યા, અને સૈન્ય શ્રી બલરામ મુનિને ઘેરી લીધા, બલરામના રક્ષક સિદ્ધાર્થ દેવે સેંકડો સિંહોને વૈક્રિયલબ્ધિથી વિકુવ્યું, જેનાથી ભયભીત બની રાજાઓ મુનિને નમસ્કાર કરી જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા, તે રાજાઓએ બલભદ્ર મુનિનું નામ નરસિંહ મુનિ રાખ્યું.
બલરામ મુનિની દેશનાથી વાઘ, સિંહાદિ જગલી ધાપદે પણ પાપાચાર છેડી તેમના શિષ્યોની સમાન ધર્મ રાધના કરવા લાગ્યા, ઘણું ચતુષ્પદેએ અનશન વ્રત ગ્રહણ કર્યું. સાધુઓની જેમ ઘણુએ શિકાર કરે છેડી દીધે, ઘણાએ માંસ ખાવું બંધ કર્યું. કેટલાક મૃગે તે પૂર્વ ભવના સંબંધીઓ હોય તેવી રીતે તેમના શિષ્યની જેમ અનુચર બનીને રહ્યા, બલભદ્ર મુનિના સંસર્ગથી તે શ્વા પદે પણ સૂકું ઘાસ ખાવા લાગ્યા, અને સૂર્યના તાપથી
–૧૯