________________
૨૮૭ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને સૂતી વખતે શાંતિથી મરેલા તમારા ભાઈ જે જીવતા થાય, તે મારો રથ પણ શા માટે વ્યવસ્થિત ન થાય ? બલરામ આગળ ચાલ્યા, ત્યાં એક વ્યક્તિ પત્થર ઉપર કમલ ઉગાડવાનો પ્રયત્ન કરતી હતી, તેને જોઈ બલરામે કહ્યું કે મૂખ ?
પત્થર ઉપર કમલ ઉગે ખરું કે ? ત્યારે તેણે કહ્યું કે તમારે ભાઈ જીવતે થાય છે. તે પછી પત્થર ઉપર કમલ પણ ઉગે છે બલરામ આગળ ચાલ્યા તે એક માણસને બળી ગયેલા ઝાડને પાણી પાતે , તે વારે તે બોલ્યા કે મૂ! બળી ગયેલું ઝાડ ફરીથી કેવી રીતે પલવિત થઈ શકે ? ત્યારે તે માણસે હસીને કહ્યું કે જે તારો ભાઈ જીવતો થાય તે આ ઝાડ પણ પલ્લવિત કેમ ન થઈ શકે? ત્યારબાદ બલરામ આગળ ચાલ્યા ત્યારે એક માણસ મરેલી ગાયને ઘાસ ખવરાવતે હતા, બલરામ તે જોઈને હસીને બેલ્યા કે હે મૂખ? તું આ શું કરે છે? મરેલી ગાય કેવી રીતે ઘાસ ખાઈ શકે?
ત્યારે તે માણસે કહ્યું કે તમારા ખભે રહેલા તમારા ભાઈ જીવતા થાય તે મરેલી ગાય પણ ઘાસ ખાઈ શકે છે. સાંભળીને બલરામના મનમાં વિચાર આવ્યું કે સત્ય છે કે મારો ભાઈ મરી ગયે છે ? કેમકે બધા એક મતે તેના મૃત્યુની વાત કરે છે. બલરામને પ્રતિબધ થયેલા જાણી સિદ્ધાર્થદેવ પોતાનું મૂળ રૂપ ધારણ કરીને બોલ્યા કે ભાઈ હું તે જ સિદ્ધાર્થ છું કે આપની આજ્ઞા લઈને