________________
૨૮૬
કરતા બલરામે આખી રાત પસાર કરી, હે વત્સ! રાત વીતી ગઈ છે. પ્રાતઃકાલ થઈ ગયું છે. સૂર્યનારાયણ પણ પૂર્વ દિશામાંથી બહાર આવ્યા છે. હવે તે તું ઉઠ, તારું કૃત્ય કરવા તે તૈયાર થા.
- આ પ્રમાણે કહેવા છતાં શ્રીકૃષ્ણ ન ઉઠવાથી બલરામે ગઢ નેહના બંધન મેંગે શ્રીકૃષ્ણના મૃતકને ઉઠાવી ખભા ઉપર મૂકયું, જાણે કે બાલ્યાવસ્થાની રમત કરવા લાગ્યા, વનદેવીઓને સંબોધન કરવા લાગ્યા કે હેવનદેવીઓ! શાકિની પણ થાપણ રૂપમાં મૂકેલી વસ્તુઓને સ્વીકાર નથી કરતી તે તમે આ શું કર્યું? આ પ્રમાણે બોલતા બલરામ એક સ્થાનથી બીજે સ્થાને ફરવા લાગ્યા, એક તે કૃષ્ણના શરીરમાંથી કોઈપણ પ્રકારની ગબ્ધ આવતી નહોતી, વળી બલરામમાં મેહની પ્રબળતા હતી કે જેથી કૃષ્ણના મૃતકને જીવંત માની દરરોજ સ્નાન, પૂજન કરતા અને ઉપાડતા હતા.
આ પ્રમાણે બલરામ કૃષ્ણના મૃતકને છ મહિના સુધી ખભા ઉપર રાખીને રખડ્યા, સિદ્ધાર્થદેવે અવધિજ્ઞાનના બળથી બલરામને અત્યંત દુઃખી જાણ બલરામને દષ્ટાતોથી પ્રતિબંધ કરવાને માટે પૃથ્વી ઉપર પતે આવે, બલરામે ફરતાં ફરતાં એક વ્યક્તિને પહાડ ઉપરથી પડેલા અને ચૂરેચૂરા થઈ ગયેલા રથને મરામત કરતે જોયે. તેને વ્યવસ્થિત કરવાને શા માટે પ્રયત્ન કરે છે? આ પ્રમાણે બલરામે તે માણસને કહ્યું. ત્યારે તે માણસે કહ્યું કે અનેક